આમચી મુંબઈ

મેજર નાઈટ બ્લોકને કારણે આ લાઈનના પ્રવાસીઓને ટ્રાવેલ કરવામાં પડશે હાલાકી, 300થી ટ્રેન રદ રહેશે

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં કાંદિવલી-બોરીવલી સેક્શનમાં છઠ્ઠી લાઈનનું કામકાજ પૂરું કરવા માટે 30 દિવસનો મેજર બ્લોક લેવામાં આવશે. આ બ્લોક 20મી ડિસેમ્બરની રાતથી લઈને અઢારમી જાન્યુઆરી સુધી હાથ ધરવામાં આવ્યો છે, જે પૈકી બોરીવલી-કાંદિવલી વચ્ચે મેજર કામકાજ કરવામાં આવશે. આગામી બે નાઈટ બ્લોકને કારણે 300થી વધુ રદ રહેશે, જેથી પ્રવાસીઓને બ્લોકના સમયગાળા દરમિયાન ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે.

પશ્ચિમ રેલવેની અખબારી યાદી અનુસાર બોરીવલીમાં અપ એન્ડ ડાઉન સ્લો લાઈનમાં ઈન્ટરલોકિંગ (ઈઆઈ) પેનલના કમિશનિંગના કામકાજ માટે 26 ડિસેમ્બરના રાતના અગિયાર વાગ્યાથી 27 ડિસેમ્બરના સવારના સાત વાગ્યા સુધી મેજર નોન-ઈન્ટરલોકિંગ બ્લોક હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત, 26 ડિસેમ્બરના રાતના અગિયાર વાગ્યાથી 27 અને 28 ડિસેમ્બરના મધ્ય રાત સુધી કાંદિવલી અને દહીસર વચ્ચે ડાઉન ફાસ્ટ લાઈનમાં સ્પીડ રિસ્ક્ટ્રિક્શન પણ લાગુ રહેશે. આ બ્લોકને કારણે અનેક સબર્બનની લોકલ ટ્રેન રદ્દ રહેશે, જ્યારે અમુક ટ્રેનોને બોરીવલી/અંધેરી વચ્ચેની લોકલ ટ્રેનને ગોરેગાંવ સુધી દોડાવવામાં આવશે.

બ્લોકને કારણે અપ લાઈનની 22 અને ડાઉન લાઈનની 18 ટ્રેન મળીને કુલ 40 ટ્રેન અને 27 ડિસેમ્બરના 149 અપ અને 128 ડાઉન ટ્રેન મળીને 277 ટ્રેન સર્વિસને અસર થશે. બ્લોકના ત્રણ દિવસ પ્રવાસીઓને નાઈટમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે. આ બ્લોકને કારણે કુલ મળીને 300થી વધુ ટ્રેન રદ રહેશે, જેથી પ્રવાસીઓને મોડી રાતના અથવા વહેલી સવારના ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં મુશ્કેલી પડી શકે છે, જેથી સિનિયર સિટિઝન પ્રવાસીઓએ શક્ય એટલા પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button