આમચી મુંબઈ

પ. રે.ના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર જાણી લો….

મુંબઇઃ પશ્ચિમ રેલવે હવે એવા સુધારા કરવા જઈ રહી છે કે જેને કારણે ટ્રેનની ગતિ, ટ્રેનની સલામતી અને ટ્રેનની કાર્યક્ષમતા વધારવામાં મદદ મળશે.

મળતી માહિતી પ્રમાણે પશ્ચિમ રેલવે હવે એક સેન્ટ્રલાઇઝ ટ્રાફિક કંટ્રોલ (CTC) સિસ્ટમ અમલમાં મુકશે. આ નવી સિસ્ટમમાં સિગ્નલ, ટ્રેનની મુવમેન્ટ, ઇન્ટરલોકિંગ સિસ્ટમ એમ બધાનું મોનિટરિંગ અને કંટ્રોલ એક જ જગ્યાએથી કેન્દ્રિત કરવામાં આવશે. હાલમાં પશ્ચિમ રેલવે જ્યારે તેને ટ્રેનને ફરીથી રૂટ કરવાની જરૂર હોય ત્યારે ટ્રેન મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે .આ સિસ્ટમમાં કંટ્રોલ ટાવર દ્વારા પોઇન્ટ મશીનને સૂચનાઓ આપવામાં આવે છે અને તેનો બાદમાં તેનો અમલ કરવામાં આવે છે. પણ આ ટાવર અલગ અલગ સ્થળોએ હોવાથી આ સૂચનાને અમલમાં મૂકવામાં વધુ સમય લાગે છે.

આ મર્યાદાને દૂર કરવા પશ્ચિમ રેલવેએ હવે CTC સિસ્ટમ સ્થાપિત કરવાનું કામ શરૂ કર્યું છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે હાલમાં તો સેક્શન કંટ્રોલર ટાવરને રૂટ બદલવાની સૂચના આપતો હતો ટાવર આ સૂચના પોઇન્ટ મશીનને મોકલતી હતી હવે નવી મિકેનિઝમમાં સેક્શન કંટ્રોલર આ સૂચનાઓ સિદ્ધિ પોઇન્ટ મશીનને મોકલશે. આ સીટીસી સિસ્ટમ લગાવવાનો ખર્ચ રૂ. 175 કરોડ જેટલો છે.

આ પણ વાંચો : Mahakumbh: ગુજરાતના ભાવનગરથી કુંભ માટે પશ્ચિમ રેલવેએ 3 સ્પેશિયલ ટ્રેન જાહેર કરી

નોંધનીય છે કે ચર્ચગેટ અને વિરાર વચ્ચેની લોકલ ટ્રેન હાલમાં ટ્રેન મોનિટરિંગ સિસ્ટમ (TMS) દ્વારા મોનિટર કરવામાં આવે છે તેને બદલે હવે CTC સિસ્ટમ દાખલ કરવામાં આવશે અને ટ્રેનને મોનિટર કરવામાં આવશે. આને કારણે કંટ્રોલ ટાવરની જરૂર જ રહેશે નહીં. આમ ટાવરની જાળવણી અને સમારકામ માટે લાગતા ખર્ચની પણ બચત થશે. આ ઉપરાંત લોકલ ટ્રેનો અને એક્સપ્રેસ ટ્રેનોનું સમયપત્ર પણ સુચારું રીતે ચાલી શકશે અને ટ્રેન મોડી પડવાની સમસ્યાનો ઉકેલ આવી જશે
હાલમાં ચર્ચગેટ, મરીન લાઈન્સ, મુંબઈ સેન્ટ્રલ, પ્રભાદેવી, દાદર, માહીમ, બાંદ્રા સાંતાક્રુઝ, અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, કાંદીવલી, બોરીવલી, ભાયંદર, વસઈ, નાલાસોપારા અને વિરાર ખાતે જે ટાવર્સ છે તેને હટાવી લેવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button