આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

ઊલમાંથી ચુલમાંઃ નવા Timetable પછી પણ મુંબઈ રેલવેના પ્રવાસીઓની પરેશાની વધી…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
આ મહિનામાં પશ્ચિમ રેલવે (Western Railway) અને મધ્ય રેલવે (Central Railway)માં નવા ટાઈમટેબલ (New Timetable) લાગુ પડ્યા પછી પણ ટ્રેનમાં ટ્રાવેલ કરનારાને સુવિધાને બદલે દુવિધા ઊભી થઈ છે. નિયમિત રીતે ટ્રેનો મોડી પડવાની સાથે છેલ્લી ઘડીએ લોકલ ટ્રેનો રદ કરવાને કારણે પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી રહી છે. રેલવેએ પ્રવાસીઓની સુવિધા માટે નવી ટ્રેનની સર્વિસ વધારવા સાથે નવો ટાઈમ સેટ કરવાની પ્રક્રિયા પણ ઊલમાંથી ચુલમાં પડવા જેવી સ્થિતિ ઊભી થઈ છે.

Credit : Mint

આ પણ વાંચો : ઉદવાડા-વાપી સ્ટેશન વચ્ચે આરઓબીનું ગર્ડર બેસાડવા માટે પ. રેલવેમાં બ્લોક, અનેક ટ્રેનોને થશે અસર

મધ્ય રેલવેમાં પાંચમી અને પશ્ચિમ રેલવેમાં 12મી ઓક્ટોબરથી નવું ટાઈમટેબલ અમલી કર્યું છે. મધ્ય રેલવેમાં પાંચમી ઓક્ટોબરથી અમલી નવા ટાઈમટેબલમાં 83 લોકલ ટ્રેનના ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત, દાદર અને પરેલથી નવી લોકલ ટ્રેનની સર્વિસ શરુ કરવામાં આવ્યા પછી રોજ અપડાઉન કરનારા પ્રવાસીઓની હાલાકી વધી છે. પંદર કોચની સર્વિસ મર્યાદિત કરવાની સાથે લાસ્ટ લોકલના ટાઈમમાં ફેરફાર કરવાથી પ્રવાસીઓની રેલવે પ્રત્યેની નારાજગી વધી છે. આ મુદ્દે ટૂંક સમયમાં રેલવે પ્રવાસીઓ રેલવે વિરુદ્ધ સિગ્નેચર કેમ્પેઈનથી લઈને પ્રદર્શન કરશે, એમ કલ્યાણના પ્રવાસીએ જણાવ્યું હતું.

મધ્ય રેલવેમાં સવારથી લોકલ ટ્રેનો રદ કરવાનું પ્રમાણ વધ્યું છે. સવારથી પંદર કોચની ટ્રેન રદ કરવામાં આવ્યા પછી શોર્ટ કટ રુટની લોકલ ટ્રેનોને રદ કરવામાં આવી હતી. એક પછી એક ટ્રેનો રદ કરવામાં આવી રહી હતી, પરંતુ કોઈ કારણ આપવામાં આવ્યું નથી. સરેરાશ દર પાંચ મિનિટ દોડતી ટ્રેનો અડધો કલાક સુધી દોડાવવામાં આવતી નથી. સ્લો ટ્રેનોને રદ કરવાની સાથે ફાસ્ટ ટ્રેન અડધો કલાક મોડી દોડતી રહે તો પ્રવાસીઓ ટ્રાવેલ કરે કે નહીં એ સમસ્યા ઊભી થઈ છે, પણ રેલવે સ્વીકારવા તૈયાર નથી.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ કામકાજથી ટ્રેનો પ્રભાવિત

પશ્ચિમ રેલવેમાં નવું ટાઈમટેબલ અમલ બન્યાના બીજા દિવસે મુંબઈ સેન્ટ્રલમાં લોકલ ટ્રેનનું ડિરેલમેન્ટ થયું હતું, જ્યારે મધ્ય રેલવેમાં ગયા શુક્રવારે કલ્યાણમાં લોકલ ટ્રેનનું ડિરેલમેન્ટ થયું હતું. ત્યારબાદ લોકલ ટ્રેનની સર્વિસ પર અસર પડી છે. ઉપરાંત, તાપમાનમાં થયેલા ફેરફારને કારણે લોકલ ટ્રેનસેવા પર અસર પડી છે. મુંબઈ સેન્ટ્રલ સેક્શનમાં ઉધના-વાપી વચ્ચે આજે ગર્ડર લોન્ચિંગને કારણે લાંબા અંતરની અમુક મેલ-એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર થયો હતો. પશ્ચિમ રેલવેની માફક મધ્ય રેલવેમાં બહારગામની ટ્રેનો મોડી પડવાથી મધ્ય રેલવેની ટ્રેનો પર અસર પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ છતાં મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનસેવા પર કોઈ અસર થઈ નહીં હોવાનો મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું.

પંદર કોચની ટ્રેનને દાદરથી ઉપાડવાનું ગણિત ખોટું

મધ્ય રેલવેમાં સીએસએમટીથી કલ્યાણની પંદર કોચની ટ્રેનને દાદરથી કલ્યાણ કરવામાં આવી છે. દાદરથી કલ્યાણ અને કલ્યાણથી દાદર ટ્રેન દોડાવવાનું ગણિત કોઈને ખબર પડતી નથી. મોટા ભાગનો પેસેન્જર ટ્રાફિક સીએસએમટી, દાદર, કુર્લા, ઘાટકોપર, મુલુંડનો હોય છે, જ્યારે રિટર્નમાં પણ ડોંબિવલી, થાણે, ઘાટકોપર, કુર્લાથી સૌથી વધુ પ્રવાસી ટ્રાવેલ કરે છે, પરંતુ અચાનક ટ્રેનોને શોર્ટ રુટ પર નાખવાનું શું ગણિત છે એ સમજાતું નથી. ફાસ્ટ ટ્રેનોમાં પ્રવાસીઓની ભીડ વધી છે, જ્યારે પંદર કોચની ટ્રેન દાદરથી કલ્યાણ, કલ્યાણથી દાદર ખાલી જાય છે, એમ ડોંબિવલીના રહેવાસી આશીષ હરિયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : Good News: મધ્ય રેલવેમાં વધુ એક નવા સ્ટેશનનું નિર્માણ થશે

લાસ્ટ લોકલના ટાઈમમાં ફેરફારથી પ્રવાસીઓને હાલાકી

મધ્ય રેલવેમાં સીએસએમટીથી લાસ્ટ લોકલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય વાજબી નથી. કસારા માટે રાતના 12.08, કર્જત માટે રાતના 12.12 અને થાણે માટે રાતના 12.24 વાગ્યાની લોકલ ટ્રેનનો ટાઈમ કરવાનું યોગ્ય નથી. પશ્ચિમ રેલવેમાં લાસ્ટ લોકલ 12.50 વાગ્યાની ચર્ચગેટ-વિરાર અને બોરીવલી માટે એક વાગ્યાની લોકલ ટ્રેન છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker