વીકએન્ડમાં મુશળધાર વરસાદની આગાહી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

વીકએન્ડમાં મુશળધાર વરસાદની આગાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
બંગાળની ખાડીમાં નવેસરથી સર્જાયેલા લો પ્રેશરને કારણે મુંબઈમાં અઠવાડિયાના અંતમાં ફરી મુશળધાર વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. તેથી આ વર્ષે ગણેશવિસર્જન ભારે વરસાદ વચ્ચે થવાની શક્યતા છે.

.ચોમાસામાં જૂન અને જુલાઈ મહિનામાં પ્રમાણમાં ઓછો વરસાદ પડયા બાદ ઑગસ્ટ મહિનામાં મુશળધાર વરસાદ પડયો હતો. ચોમાસાનો સરેરાશ વરસાદ ઑગસ્ટ મહિનામાં જ પડી ગયો હતો.

આપણ વાંચો: આ વખતે ગુજરાતીઓની ‘નવરાત્રી’ કેવી રહેશે, જાણી લો હવામાન ખાતાની ચોંકાવનારી આગાહી!

ઑગસ્ટ બાદ હવે સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે મુંબઈ માટે યલો અલર્ટ તો થાણે અને પાલઘરને ઓરેન્જ અલર્ટ આપ્યું છે.

મુંબઈ માટે યલો અલર્ટ આપ્યું હોઈ વીજળીના ગડગડાટ સાથે પવન ફૂંકાઈને ભારે વરસાદની શક્યતા છે, જેમા મુખ્યત્વે બુધવારથી શુક્રવાર વચ્ચે ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો થાણે અને પાલઘર માટે ગુરુવારે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. રાયગડ માટે બુધવારથી શુક્રવાર સુધી ઓરેન્જ અલર્ટ રહેશે.

આપણ વાંચો: આગામી ત્રણથી ચાર કલાક મુંબઈ પર ઘેરાઈ રહ્યું છે સંકટ, હવામાન ખાતાએ કરી આગાહી…

હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થયો છે, તેને કારણે વરસાદનું જોર વધવાની શક્યતા છે.

હાલ બંગાળના ઉપસાગરમાં ઓડિશા કિનારા નજીક નવો ઓછા દબાણનો પટ્ટો તૈયાર થયો છે, જે વાયવ્ય દિશામાં આગળ વધી રહ્યું હોવાથી વરસાદની તીવ્રતા અઠવાડિયાના અંતમાં હજી વધશે. શુક્રવારે ઓછા દબાણનો પટ્ટો મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશ સુધી પહોંચશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button