આમચી મુંબઈ

દૂધના ભાવ ₹ ૩૫ નહીં મળે તો મંત્રીના દરવાજે દૂધ ઠાલવશું: દૂધ ઉત્પાદકો

મુંબઇ: રાજ્યમાં દૂધ ઉત્પાદક હાલ મુશ્કેલીમાં છે. કારણ કે દૂધની કિંમતમાં અચાનક ઘટાડો થયો છે. જેની મોટી આર્થિક અસર દૂધ ઉત્પાદકો પર પડી રહી છે. ગાયનું દૂધ ૩૫ રૂપિયા પ્રતિ લિટર મળતું હતું, જે હાલમાં દૂધ ૨૭ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. આ મુદ્દે ખેડૂત સભાના નેતાઓએ માગ કરી હતી કે દૂધનો ભાવ ૩૫ રૂપિયા પ્રતિ લિટર મળે એવી માંગ ખેડૂત સભાના નેતા અજિત નવલેએ કરી હતી. દૂધના ભાવ ઘટતા અટકાવવા માટે રાજ્યના દૂધ વિકાસ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે એક સમિતિની રચના કરી છે, જેમાં ખાનગી અને સરકારી દૂધ સંઘોના ડાયરેક્ટરોના પ્રતિનિધિઓ સામેલ છે. જોકે ખેડૂત સભાના નેતા અજિત નવલેએ એવો મત વ્યક્ત કર્યો હતો કે જ્યારે દૂધના ભાવ નીચા હોય છે ત્યારે સમિતિ કે મંત્રી કોઈ ભૂમિકા લેતા નથી. દૂધનો લઘુતમ ભાવ રૂ. ૩૫ મળવો જોઈએ. જો દૂધના ભાવ રૂ. ૩૫ નહીં મળે તો મંત્રીના દરવાજે દૂધ ઠાલવવાનું કામ કરીશું તેવી ચીમકી નવલે આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button