આમચી મુંબઈ

વોટરટેક્સ વધારાનું વિઘ્ન ટળ્યું: શિંદેનો ચૂંટણીલક્ષી નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈગરાના માથા પરથી પાણીવેરાના વધારાનું સંકટ ટળી ગયું છે. મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગે પાણી વેરામાં પ્રસ્તાવિત કરેલા દર સુધારાને મુખ્ય પ્રધાનના નિર્દેશ બાદ રદ કરી દેવામાં આવ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકા પાણીના વેરામાં આઠ ટકા સુધીનો વધારો કરવાની હતી. પાલિકાના પાણીપુરવઠા ખાતાએ તેને લગતો પ્રસ્તાવ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને મંજૂરી માટે મોકલ્યો હતો અને તેના પર આગામી ૨૫ નવેમ્બરના નિર્ણય લેવામાં આવવાનો હતો. જો કમિશનર દર વધારાને મંજૂરી આપી હોત તો પહેલી ડિસેમ્બરથી આ દરવધારો અમલમાં આવી ગયો હોત. પાણીવેરામાં વધારા સામે કૉંગ્રેસ સહિતના રાજ્કીય પક્ષોએ વિરોધ પણ નોંધાવ્યો હતો.

પાણીવેરામાં દર વર્ષે આઠ ટકા સુધીનો વધારો કરવાનો પ્રસ્તાવ ૨૦૧૨માં સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યો હતો. તે મુજબ દર વર્ષે જૂન મહિનામાં પાણીવેરામાં આઠ ટકા સુધીનો વધારો કરવામાં આવે છે અને ૧૬ જૂનથી તે લાગુ કરવામાં આવે છે. આ વખતે પણ ૨૦૨૩-૨૪ માટે પાણીવેરામાં વધારા કરવાનો પ્રસ્તાવ પ્રશાસનને મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. જોકે આગામી સમયમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવાની છે, તેને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પાણીવેરામાં કોઈ પણ પ્રકારનો દરવધારો નહીં કરવાનો નિર્દેશ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલને આપ્યો હતો. એ બાદ પાલિકા પ્રશાસને આ વખતે પાણીવેરામાં દરવધારો કરવામાં આવશે નહીં એવી જાહેરાત કરી હતી. તાનસા, મિડલ વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી આ જળાશયમાંથી મુંબઈને દરરોજ ૩,૯૫૦ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. લગભગ ૧૫૦ કિલોમીટરના અંતરેથી પાઈપલાઈન દ્વારા મુંબઈ સુધી પાણીને લાવીને તેના પર શુદ્ધીકરણની પ્રક્રિયા કરીને મુંબઈના દરેક ખૂણામાં વસતા નાગરિકોના ઘર સુધી આ પાણી પૂરું પાડવામાં આવે છે.

નાગરિકોને શુદ્ધ અને પીવાલાયક પાણીપુરવઠો કરવા માટે પાણીનું શુદ્ધીકરણ કરવું, પાણી પુરવઠા યંત્રણામાં સુધારણા કરવી, જૂની અને ર્જીણ થયેલી પાઈપલાઈન બદલવી, ગળતરના સમારકામ કરવા, દેખરેખ અને મેઈન્ટેન્સ કરવા જેવા જુદા જુદા કામ કરવા પડે છે. આ તમામ કામ માટે પાલિકાને આવતા ખર્ચને પહોંચી વળવા મુંબઈના નાગરિકો પાસેથી પાણીવેરો વસૂલવામાં આવે છે. દર વર્ષે ખર્ચામાં વધારો થઈ રહ્યો છે. આ ખર્ચનો અભ્યાસ કરીને પાણીવેરામાં વધારો સૂચવવામાં આવે છે. ગયા વર્ષે પાલિકા પ્રશાસને ૭.૧૨ ટકાનો વધારો કર્યો હતો. તો આ વર્ષે આઠ ટકાનો પાણીવેરાનો દર વધારો પ્રસ્તાવિત હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…