પાણીનું લીકેજ, ગેરકાયદે જોડાણો શોધવા સુધરાઈની ફ્લાઈંગ સ્કવૉડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયો તેની કુલ ક્ષમતાના ૯૯ ટકા સુધી ભરાઈ ગયાં હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણીની અછત અને દૂષિત પાણીની ફરિયાદો આવી રહી છે. ગયા મહિને પાણીની સમસ્યાને લઈને સુધરાઈ પાસે અંદાજે ૨,૪૨૭ ફરિયાદ આવી છે. તેમાં હવે સુધરાઈએ ગળતરને શોધી કાઢવા અને તેના સમારકામ કરવા તથા પાણીના ગેરકાયદે જોડાણને શોધી કાઢવા એક ફ્લાઈંગ સ્કવૉડ બનાવવાની છે. એ સાથે જ ગેરકાયદે મોટર પંપ બેસાડીને ખોટી પ્રવૃતિ કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી પણ સુધરાઈએ આપી છે.
| Also Read: રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશન પછી ખોદકામ કર્યું તો આવી બનશે
સાતેય જળાશયોમાં આવતા વર્ષે ચોમાસાનું આગમન થાય ત્યાં સુધીનો પાણીનો જથ્થો જમા થઈ ગયો છે. જળાશયો ભરાયેલાં હોવા છતાં મુંબઈના સાયનના પ્રતીક્ષા નગર, સાંતાક્રુઝ-કલીન, અંધેરી (પૂર્વ), શીવડી, વડાલા જેવા વિસ્તારોમાં પાણીની ભંયકર અછતનો સામનો કરી રહ્યા છે. સોમવારે વિધાનસભ્ય અમીન પટેલે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીની મુલાકાત લઈને દક્ષિણ મુંબઈના ડોંગરી, ઝકારિયા મસ્જિદ સ્ટ્રીટ, મેમણવાડામાં પાણીની અછત હોવાની અને મુંબાદેવી તથા ગુજ્જર સ્ટ્રીટમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ કરી હતી.
કમિશનર ગગરાણીએ તાત્કાલિક ધોરણે પાલિકા અધિકારીઓને ગેરકાયદે મોટર પંપ અને ગેરકાયદે પાણીનાં જોડાણોને રોકવા માટે ફ્લાઈંગ સ્કવોડ બનાવવાની સૂચના આપી હતી. કમિશનરે કહ્યું હતું કે નોન રિવેન્યુ વોટર (પાઈપલાઈનમાંથી પાણીનું ગળતર, પાણીની ચોરી, બાષ્પીભવન) નું પ્રમાણ ૩૮ ટકાથી ૩૪ ટકાની નીચે આવી ગયું છે, જેમાં હજી ઘટાડો કરવાના પ્રયાસ છે. પાણીના ગળતરને રોકવાના પ્રયાસોની સાથે ગેરકાયદે જોડાણો સામે પગલાં લેવામાં આવશે અને તે માટે ફ્લાઈંગ સ્કવોડ કામ કરશે. એ સાથે જ પાલિકાને આવક થાય તે માટે વોટર ટેક્સની વસૂલી પર ધ્યાન આપવાનો પણ કમિશનરે નિર્દેશ આપ્યો હતો.
| Also Read: પાર્કિંગ પ્લોટનો કમર્શિયલ ઉપયોગ કરનારા સામે સુધરાઈની લાલ આંખ
આ વિસ્તારોમાં પાણીની સમસ્યા
તાજેતરમાં પાલિકાને આવેલી ફરિયાદ મુજબ બાન્દ્રામાં ટી.જે.રોડ, ક્રીસસેન્ટ બે, જેરબાઈ વાડિયા રોડ, સેન્ચુરી મિલ, મ્હાડા કમ્પાઉન્ડ, ખાર દાંડા, ક્રાંતિ નગર અને મલાડ-દિંડોશી સહિત બોરીવલીમાં રાજેન્દ્ર નગરમાં જેવા વિસ્તારોમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થઈ રહ્યો છે