પશ્ચિમ પરાંમાં મંગળવારે ઓછા દબાણ સાથે પાણીપુરવઠો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલીમાં નેશનલ પાર્કમાં આવેલી બોરીવલી ટેકડી રિઝર્વિયર-બેનું મંગળવારે સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવવાનું છે. તેથી પશ્ચિમ ઉપનગરના કાંદીવલી, બોરીવલી અને દહીસરમાં મંગળવારે નવ જાન્યુઆરીના ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે. તેથી નાગરિકોને સંભાળીને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવાની અપીલ પાલિકા પ્રશાસને કરી છે.
મુંબઈ પાલિકાના `આર-મધ્ય’ વોર્ડના બોરીવલી (પૂર્વ)માં આવેલા સંજય ગાંધી નેશનલ પાર્ક સ્થિત બોરીવલી ટેકડી રિઝર્વિયર નંબર -બેનું મંગળવારે, નવ જાન્યુઆરી, 2024ના સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવવાનું છે. આ કામ મંગળવારે બપોરના એક વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી કુલ આઠ કલાક ચાલવાનું છે. સ્ટ્રક્ચરલ ઓડિટના કામ માટે બોરીવલી ટેકડી રિઝિર્વિયર નંબર-બેને ખાલી કરવામાં આવવાની છે. આ દરમિયાન કાંદીવલી, બોરીવલી અને દહીસર વિસ્તારમાં રિઝર્વિયર નંબર ત્રણમાંથી પાણીપુરવઠો કરવામાં આવશે. તેથી મંગળવારના પાણીપુરવઠો ઓછા દબાણ સાથે થશે.
પાલિકાના જણાવ્યા મુજબ કાંદીવલી (પૂર્વ)માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગુંદેચા ઠાકુર વિલેજ અને સમતા નગર-સરોવા કૉમ્પ્લેક્સ વિસ્તારમાં સાંજના 6.25 વાગ્યાથી રાતના 8.25 વાગ્યા સુધી પાણીપુરવઠો થાય છે, તેથી આ વિસ્તારમાં પાણીપુરવઠાને અસર થશે.
બોરીવલી (પૂર્વ)ના લા-બેલ્લેજા અને લા-વેસ્ટ, દહિંસર (પૂર્વ)ના શિવ વલ્લભ માર્ગ, મારુતી નગર, રાવળપાડા, એન.જી.ઉદ્યાન, રિવર ઉદ્યાન, ગાવડે નગર, ભોઈર નગર, મિની નગર, એસ.એન.દુબે માર્ગ, સંત કબીર માર્ગ, જ્ઞાનેશ્વર નગર, કોંકણીપાડા, સંત નામદેવ માર્ગ, વાઘદેવી નગર, કેશવ નગર, રાધાકૃષ્ણ નગર, ધારખાડી, સુહાસિની પાવસકર માર્ગ, મેંદોડા કુંપણ, ભોઈર કુંપણ, સિદ્ધનાથ મિત્રા કુંપણ, સંત મીરાબાઈ માર્ગ, રાજનગર, સુયોગ નગર, વૈશાલી નગર, નરેન્દ્ર કૉમ્પ્લેક્સ, કેતકીપાડા, એકતા નગર, દહિસર ટેલિફોન એક્સચેન્જ, ઘરટનપાડા નંબર એક અને બે, ગણેશમંદિર માર્ગ, અષ્ટવિનાયક ચાલમાં સાંજના 4.40 વાગ્યાથી સાંજે 7.40 વાગ્યા દરમિયાન પાણીપુરવઠો થાય છે, તેથી અહીં પણ પાણી પુરવઠાને અસર થશે. એ સિવાય આનંદ નગર, આશીષ કૉમ્પ્લેક્સ, એન.એલ. કૉમ્પ્લેક્સ, વીર સંભાજી નગર, ભાબલીપાડા, પરાગ નગર, લિંક રોડ, ગોવણ માર્ગ, છત્રપતિ શિવાજી મહારાજ કૉમ્પ્લેક્સ, સુધીન્દ્ર નગર, દેવયાની કૉમ્પ્લેક્સ, મહાલક્ષ્મી અને સરસ્વતી કૉમ્પ્લેક્સ, શક્તિ નગર, સદ્ગુરુ છાયા લેઆઉટ બંગાલી પાડા, મહાકાલી વાડી, માતૃછાયા ગલી, અવધુત નગર, વર્ધમાન ઈન્ડ્રસ્ટ્રિયલ વિસ્તાર, દહિસર પોલીસ સ્ટેશન, ડાયમંડ ઈન્ડ્રસ્ટ્રી, કેતલીપાડા વગેરે વિસ્તારના પાણીપુરવઠાને પણ અસર થશે.