આમચી મુંબઈ

અંધેરી-ગોરેગાવમાં મંગળવારે પાણીપુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પાણીની પાઈપલાઈનમાં સમારકામ તેમ જ તેનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવવાનું છે, તે માટે આવતા અઠવાડિયે મંગળવારના એક દિવસ માટે અંધેરીથી ગોરેગામ સુધીના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો ૧૫ કલાક માટે બંધ રાખવામાં આવવાનો છે.

પાલિકાના પાણીપુરવઠા ખાતા દ્વારા અંધેરી (પૂર્વ)માં મહાકાલી ગુફા રોડ પર રમ્ય જીવન હાઉસિંગ સોસાયટી પાસે તેમ જ કાર્ડિનલ ગ્રેસીયસ માર્ગ અને બી. ડી. સાવંત માર્ગ ચોક પાસે નવી ૧,૫૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈન તેમ જ ૧,૨૦૦ મિ.મિ. વ્યાસની પાઈપલાઈન (વર્સોવા આઉટલેટ) જોડવાનું કામ, વેરાવલી જળાશય એક અને બેનું સ્ટ્રકચરલ ઑડિટના કામ હાથમાં લેવામાં આવવાનું છે. આ કામ ૩૧ ઑક્ટોબર, ૨૦૨૩ના સવારના આઠ વાગ્યાથી ચાલુ થશે તે રાતના ૧૧ વાગ્યા સુધી ચાલવાનું છે.

કે-પૂર્વ વોર્ડમાં આ વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે:

જોગેશ્ર્વરી (પૂર્વ)માં ત્રિપાઠી નગર, મુંશી કૉલોની, બસ્તીવાલા કમ્પાઉન્ડ, કલેકટર કૉલોની, દુર્ગા નગર, માતોશ્રી ક્લબ, સારીપુત નગર, જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડ પર આવેલી દત્ત ટેકડી, ઑબેરૉય સ્પ્લેંડર, કેલ્ટી પાડા, ગણેશ મંદિરનો સમાવેશ થાય છે. તો અંધેરી (પૂર્વ)માં બાંદ્રેકરવાડી, ફ્રાન્સિસ વાડી, મખરાની પાડા, સુભાષ માર્ગ, ચાચા નગર, બાંદ્રા પ્લોટ, હરી નગર, શિવાજી નગર, પાસ્કર કૉલોની, શંકરવાડી, મેઘવાડી, પંપ હાઉસ, વિજય રાઉત રોડ, પાટીલ વાડી, હંજર નગર, ઝગડાપાડા, પારસી કૉલોની, જિજામાતા રોડ, ગુંદવલી ટેકરી, આર્શીવાદ ચાલ, સર્વોદય નગર, કોકણ નગર, વિશાલ હૉલ, વર્મા નગર, કામગાર કલ્યાણ, માંજરેકર વાડી, બિમા નગર, ગુંદવલી ગાવઠણ, તેલી ગલી, કોલડોંગરી, જીવા મહાલે માર્ગ, સાઈવાડી, જીવન વિકાસ કેન્દ્ર માર્ગનો સમાવેશ થાય છે. વિલેપાર્લે (પૂર્વ)માં શિવાજી નગર, સંભાજી નગર, હનુમાન માર્ગ, શ્રધ્ધાનંદ માર્ગ, નહેરુ માર્ગ, તેજપાલ માર્ગ, શાસ્ત્રી નગર, રાજેન્દ્ર પ્રસાદ નગર, આંબેડકર નગર, કાજૂવાડીનો સમાવેશ થાય છે. અંધેરી (પૂર્વ)માં અમૃત નગર, રામબાગ, ચકાલા ગાવઠણ, ચકાલા વજનકાટા, ભગત સિંહ અને ચરત સિંહ કૉલોની, જૂનો નાગરદાસ રોડ, મોગરપાડા, નવો, મોગરપાડા રોડ, પારસી પંચાયત રોડ, આર. કે. સિંગ રોડ અને નિકોલસ વાડી જેવા વિસ્તારનો સમાવેશ થાય છે.

કે-પશ્ર્ચિમ વોર્ડમાં આ વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે:

જોગેશ્ર્વરી સ્ટેશન રોડ, એસ.વી. રોડ, સાબ્રી મસ્જિદથી જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડ જંકશન, સહકાર માર્ગ, બાંદિવલી હિલ, સાંતાક્રુઝ પૂર્વમાં મોરાગાવ, જુહૂ ગાવઠણ વિસ્તારનો સમાવેશ થાય છે.
પી-દક્ષિણ વોર્ડમાં આ વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે:

સંર્પૂણ ગોરેગામ (પશ્ર્ચિમ)માં પાણીપુરવઠો બંધ રહેશે. તો બિંબીસારનગરમાં ઓછા દબાણથી પાણીપુરવઠો થશે
આ વિસ્તારમાં પાણી પુરવઠાના સમયમાં થશે ફેરફાર
કે-પશ્ર્ચિમ વોર્ડમાં આવતા એસ.વી. રોડ, વી.પી. રોડ, જૂહુ ગલી, ઉપાસના ગલી જેવા વિસ્તારમાં હાલ દરરોજ વહેલી સવારના ૩.૩૦ વાગ્યાથી સવારના ૮.૩૦ વાગ્યા દરમિયાન પાણી પુરવઠો કરવામાં આવે છે. પાણીની પાઈપલાઈનમાં સમારકામ પૂર્ણ થયા બાદ પહેલી નવેમ્બર, ૨૦૨૩થી પાણી પુરવઠાનો સમય સવારના ૭.૩૦ વાગ્યાથી બપોરના ૧૨.૫૦નો થઈ જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button