આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈના આ વિસ્તારમાં શુક્રવારે પાણી પુરવઠો રહેશે બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહાલક્ષ્મી રેસકોર્સ પરિસરમાં ૧,૨૦૦ મિલિમીટર વ્યાસની પાઈપલાઈનમાં રહેલા ગળતરનું સમારકામ હાથ ઘરવામાં આવવાનું હોવાથી શુક્રવારે સવારના વરલી, કરી રોડ અને લોઅર પરેલ વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.

આ પણ વાંચો: Watershortage: મુંબઈગરા પાણી સાચવીને વાપરજો, જળાશયોમાં બચ્યું છે આટલું જ પાણી…

મહાલક્ષ્મી રેસકોર્સ પરિસરમાં ૧,૨૦૦ મિલિમીટર વ્યાસના બટરફ્લાય વાલ્વમાં બુધવારે મોટા પ્રમાણમાં ગળતર હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી તાત્પૂરતા સમય માટે ગળતરને રોકીને પાણીપુરવઠો પૂર્વવત્ કરવામાં આવ્યો હતો. જોકે ગુરુવારે રાતના રેસકોર્સ પરિસરમાં બટરફ્લાય વાલ્વના ટેલપીસ સર્કિટ જોઈન્ટમાં મોટા પ્રમાણમાં ગળતર જણાઈ આવ્યું હતું. આ વાલ્વનું સમારકામ ગુરુવાર ૨૩ મેના રોજ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું, જેનું સમારકામ મોડે સુધી ચાલ્યું હતું.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં પાણીનું સંકટ તીવ્ર બન્યુંઃ 10,000 ગામને ટેન્કરનો આશરો

આ સમારકામ દરમિયાન દક્ષિણ મુંબઈમાં બીડીડી ચાલ, ડિલાઈલ રોડ, કરી રોડ અને લોઅર પરેલ વિસ્તારમાં શુક્રવાર વહેલી સવારના ૪.૩૦ વાગ્યાથી ૭.૩૦ વાગ્યા દરમિયાન કરવામાં આવતો પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
આ સમય દરમિયાન નાગરિકોને પાણી સંભાળીને કાટકસરથી વાપરવાની અપીલ પાલિકાએ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button