આજે કલ્યાણ -ડોમ્બિવલીનો પાણી પુરવઠો બંધ
કલ્યાણ : કલ્યાણ-ડોંબિવલીને પાણી પૂરું પાડતા મોહિલી, બારાવે, નેતીવલી, ટિટવાલા ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઇલેક્ટ્રિકલ, યાંત્રિક જાળવણી અને સમારકામ માટે કલ્યાણ, ડોમ્બિવલી, ગ્રામીણ વિસ્તારોનો પાણી મંગળવારે આજે સવારે આઠથી સાંજના આઠ વાગ્યા સુધી બંધ રહેશે.
કલ્યાણ પૂર્વ, પશ્ચિમ, ડોમ્બિવલી પૂર્વ, પશ્ચિમ, ટિટવાલા, વડવલી વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. કલ્યાણ, ડોમ્બિવલી, ટિટવાલા વિસ્તારોને બારવે, મોહિલી, નેતીવલી અને ટિટવાલા ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. મંગળવારે રિપેરિગના સમયગાળા દરમિયાન પાણી પુરવઠો બંધ રહેશે અને બીજા દિવસે પણ ઓછા દબાણે પાણી પુરવઠો થવાની શક્યતા છે. આથી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અપીલ કરી છે.
કલ્યાણ-ડોમ્બિવલી શહેરો માટે લાખો લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. નેતીવલી ટેકરીથી ડોમ્બિવલી નગર સુધી પાણી શુદ્ધિકરણ કેન્દ્રમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. ટિટવાલા, કલ્યાણ પૂર્વ, પશ્ચિમ વિસ્તાર માટે અલગ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. ઉ