આમચી મુંબઈ

મંગળવારે મુંબઈના આ વિસ્તારમાં અઢી કલાક પાણી બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
બાન્દ્રામાં જૂની પાણીની પાઈપલાઈન બદલવાનું કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી મંગળવારે બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ પરિસરમાં સાંજના અઢી કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે.

બાન્દ્રા પૂર્વમાં ૬૦૦ ઈંચ વ્યાસની તુલસી પાઈપલાઈન જૂની થઈ ગઈ છે, તેથી તેને બંધ કરવામાં આવી છે. જૂની પાઈપલાઈનને બદલે નવી પાઈપલાઈન નાખવાની છે. આ કામ મંગળવારે, આઠ એપ્રિલ,૨૦૨૫ના કરવામાં આવવાનું છે. તેથી બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં મંગળવારે સાંજના પાંચ વાગ્યાથી સાડા સાત વાગ્યા દરમ્યાન પાણીપુરવઠો ખંડિત કરવામાં આવશે.

આ પણ વાંચો: જળાશયોમાં આટલું જ પાણી છે, પાલિકા કાપ નહીં મૂકે પણ તમે સંભાળીને વાપરજો…

આ પાઈપલાઈનનું કામ પૂરું થયા બાદ એચ-પૂર્વ વિભાગમાં પાણીપુરવઠામાં સુધારણા થવાની શક્યતા પાલિકાએ વ્યક્ત કરી હતી.

પાઈપલાઈન બદલવાનું કામ મંગળવારે પૂરું થઈ જશે. આ દરમ્યાન નાગરિકોને પાણી પુરવઠો બંધ રહેવાનો હોવાથી નાગરિકોને તકેદારીના પગલારૂપે પાણી ભરી રાખવાની સૂચના આપવામાં આવી છે. વધુમાં નાગરિકોને આગામી ચારથી પાંચ દિવસ પાણી ગાળીને તથા ઉકાળીને પીવાની સલાહ પણ પાલિકાએ આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button