કલ્યાણ-ડોમ્બિવલીમાં મંગળવારે પાણી પુરવઠો બંધ | મુંબઈ સમાચાર

કલ્યાણ-ડોમ્બિવલીમાં મંગળવારે પાણી પુરવઠો બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
કલ્યાણ: કલ્યાણ-ડોમ્બિવલી શહેરોને પાણી પૂરી પાડતી ઉલ્હાસ નદીના કિનારે મોહિલી, બારવે, નેતિવલીના જળ શુદ્ધિકરણ સ્ટેશનોમાં ૨૮ નવેમ્બર મંગળવારના રોજ સવારે નવ થી રાત્રે નવ વાગ્યા સુધી ઇલેક્ટ્રિકલ, યાંત્રિક, જાળવણી સમારકામ કરવામાં આવશે. તેથી આ સમયગાળા દરમિયાન આ બંને શહેરોનો પાણી પુરવઠો બંધ રહેશે તેમ યાંત્રિક વિભાગના અધિકારી રાજુ રાઠોડે જણાવ્યું હતું.

બારવે, મોહિલી, નેતીવલી જળ શુદ્ધિકરણ કેન્દ્ર કલ્યાણ, ડોમ્બિવલી, કલ્યાણ ગ્રામીણ વિસ્તારના ટિટવાલા, વડવલી, આંબીવલી, શહાડ, અટાલી વિસ્તારોમાં પાણી પૂરું પાડે છે. મંગળવારે સમારકામના કામને કારણે, કલ્યાણ પૂર્વ, પશ્ર્ચિમ, ડોમ્બિવલી પૂર્વ, પશ્ર્ચિમ, કલ્યાણ ગ્રામીણ વિસ્તારોમાં સવારે પાણી પુરવઠો બંધ રહેશે. આગામી દિવસે શહેરીજનોને ઓછા પ્રેશરથી પાણી પુરવઠો પુરો પાડવામાં આવે તેવી શક્યતાને ધ્યાનમાં લઇ પર્યાપ્ત પાણી સંગ્રહ માટે નગરપાલિકા દ્વારા હાકલ કરવામાં આવી છે.

સંબંધિત લેખો

Back to top button