આમચી મુંબઈ
આવતી કાલે અને પરમ દિવસે બે દિવસ રહેશે મુંબઈમાં આટલા ટકા પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈતરણા પાણીની પાઈપલાઈનની યંત્રણામાં થાણે ખાતે ૯૦૦ મિલીમીટર વ્યાસના વાલ્વ બગડી ગયા છે. તેથી પાણીની પાઈપલાઈન આંશિક રીતે બંધ કરવામાં આવી છે. તેને કારણે મુંબઈ મહાનગરને પાણીપુરવઠો કરનારા ભાંડુપ ફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણીપુરવઠામાં પાંચથી દસ ટકાનો ઘટાડો થયો છે.


આ પણ વાંચો :મુંબઈ ટોલ-ફ્રીઃ ટોલ મુક્તિના પહેલા જ દિવસે ‘ફાસ્ટેગ’માં ગડબડ?
તેથી મુંબઈમાં ગુરુવાર અને શુક્રવાર આ બે દિવસ પાંચથી ૧૦ ટકા સુધી પાણીકાપ મૂકવામાં આવ્યો છે. તેથી આ સમય દરમિયાન નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની અપીલ બીએમસીએ નાગરિકોને કરી છે.