થાણેમાં ગુરુવારે પાણી બંધ
થાણે: થાણેમાં સિદ્ધેશ્ર્વર પાણીની ટાંકીના ટેક્નિકલ કામ માટે ૧૪ ડિસેમ્બરના શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો ૧૨ કલાક માટે બંધ રહેશે. થાણે મ્યુનિસિપલ પ્રશાસને નાગરિકોને આ સમયગાળા દરમિયાન પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે.
થાણે નગરપાલિકાની ઉથળસર પ્રભાગ સમિતિ હેઠળ આવતા સિદ્ધેશ્ર્વર વોટરશેડની ઇનલેટ ચેનલનો ૫૦૦ એમએમ વ્યાસનો વાલ્વ બદલવાની જરૂર છે. આ કામગીરી ૧૪મી ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે અને સવારે ૯ થી રાત્રે ૯ વાગ્યા સુધી કુલ ૧૨ કલાક પાણી પુરવઠો બંધ રહેશે. આ શટડાઉનના સમયગાળા દરમિયાન જલકુંભ હેઠળ આવતા સિદ્ધેશ્ર્વર, ઇટરનિટી, જોન્સન, સમતાનગર, દોસ્તી, મ્હાડા, વિવિયાના મોલ અને આકૃતિ વગેરે વિસ્તારોનો પાણી પુરવઠો ૧૨ કલાક માટે સંપૂર્ણપણે બંધ રહેશે. જેથી આગામી એક-બે દિવસ પાણી પુરવઠો ઓછા દબાણે રહેશે તેની નોંધ લેવા નગરપાલિકા પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે.
હજારો પરિવારો આ જળસંકટથી પ્રભાવિત થશે. એવી શક્યતા છે કે સોસાયટીઓ અને હાઉસિંગ કોમ્પ્લેક્ષોએ ટેન્કર પાણીનો ઉપયોગ કરવો પડશે.