આમચી મુંબઈ

ડોકયાર્ડ રોડમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડોકયાર્ડ રોડ સ્ટેશન નજીક રવિવારે સવારના સમયે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા રેલવે સ્ટેશન બહારના વિસ્તારમાં રસ્તા પર પાણી વેડફાઈ ગયું હતું.


ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ડોકયાર્ડ રોડ સ્ટેશન નજીક વહેલી સવારના ૩૦૦ મિલીમીટર વ્યાસની પાણીની પાઈપલાઈનમાં લીકેજ હોવાનું જણાઈ આવ્યું હતું અને તેમાથી પાણીનું મોટા પ્રમાણમાં ગળતર થઈ રહ્યું હતું.


પાણીપુરવઠા ખાતાના અધિકારી-કર્મચારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેનું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધર્યું હતુંં. પાઈપલાઈનમાં લીકેજ હોવા છતાં સદનસીબે કોઈ પણ વિસ્તારમાં પાણીપુરવઠાના ફટકો પડ્યો નહોતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button