આમચી મુંબઈ

રાજ્યમાં પાણી મોંઘું, પણ દૂધ સસ્તું!

મુંબઈ: રાજ્યમાં દૂધ ઉત્પાદકો દ્વારા ત્રણ અઠવાડિયાથી દૂધના દરમાં વધારાની માગણી સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ રાજ્ય સરકાર તરફથી તેમની માગણીઓને નજરઅંદાજ કરવામાં આવી રહી હોવાનું જણાઇ રહ્યું છે.

હાલમાં મહારાષ્ટ્રમાં હોટેલોમાં વેચવામાં આવતી પાણીની બંધ બોટલના દર કરતા દૂધ ઉત્પાદકો તરફથી ખરીદવામાં આવતું દૂધ સસ્તુ હોવાની આશ્ર્ચર્યજનક બાબત જાણવા મળી છે.

હાલમાં હોેટેલોમાં પાણીની બંધ બોટલના દર રૂ. ૩૦ છે જ્યારે દૂધ ઉત્પાદકો તરફથી ખરીદવામાં આવનાર પ્રતિ લિટર દૂધનો દર રૂ. પચીસ કરતા પણ ઓછો છે. મલ્ટીનેશનલ કંપનીઓના ઉત્પાદનોના આધારે દૂધનો ભાવ મળે એવી વિવિધ સંગઠનો અને દૂધ ઉત્પાદકો તરફથી માગણી કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર તેના પર ધ્યાન ન આપતી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.

દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટરે દૂધમાં ઓછામાં ઓછા રૂ. પાંચ સબસિડી આપવામાં આવે એવી માગણી કરાઇ રહી છે.

હાલની સ્થિતિ શું છે?
છેલ્લા ત્રણ અઠવાડિયાથી આ બાબતે આંદોલન ચાલી રહ્યું છે. વરસાદ ઓછો પડ્યો હોવાને કારણે રાજ્યમાં દુકાળની સ્થિતિ છે જેની સૌથી મોટી આડઅસર દૂધ વ્યવસાય પર પડી રહી છે. ઢોરોને આપવા માટે ચારો મળી રહ્યો નથી. ચારાની માગણી સામે પુરવઠો ઓછો હોવાથી તેના ભાવ વધી ગયા છે. ચારાના દરમાં ૩૦ ટકાનો વધારો થયો છે. રાજ્ય સરકાર દૂધ ઉત્પાદકોને કોઇ પણ મદદ કરવા તૈયાર નથી. રાજ્યની અર્થ વ્યવસ્થા પણ દૂધ વ્યવસાય પર નિર્ભર છે. અનેક યુવાનો આ વ્યવસાયમાં જોડાયા છે અને તેમના ભવિષ્યનો પ્રશ્ર્ન છે. સરકારે પોતાની જવાબદારી ઉઠાવીને આ તરફ ધ્યાન આપવું જોઇએ, એમ ભૂતપૂર્વ કૃષિ પ્રધાન બાળાસાહેબ થોરાતે જણાવ્યું હતું. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button