મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, ધોધ જોવા ગયેલા પ્રવાસીઓ ફસાયા

સમગ્ર મહારાષ્ટ્રમાં હાલમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મુંબઇ અને તેના ઉપનગરોમાં પણ ભારે વરસાદ છે. ભારે વરસાદને પગલે નદી, નાળા, ધોધમાં પૂર આવ્યા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અધિકારીઓને ‘હાઈ એલર્ટ’ પર રહેવા જણાવ્યું છે. હવામાન વિભાગે લોકોને કારણ વગર ઘર બહાર નહીં નીકળવા માટે પણ જણાવ્યું છે.
આ પણ વાંચો: રાયગઢ કિલ્લાની સીડી પર પ્રવાસીઓ માંડ માંડ બચ્યા; જુઓ ભયાનક વીડિયો
જોકે, વરસાદની સિઝનમાં કેટલાક લોકો કુદરતનો આનંદ માણવા માટે ફરવા જતા હોય છે. ચારે બાજુ હરિયાળી, પાણીના ધોધ, મસ્ત ઠંડક લોકોને આલ્હાદક લાગે છે. જોકે, ક્યારેક ક્યારેક ભારે વરસાદને કારણે તેમને મુશ્કેલીમાં મુકાવાનો પણ વાો આવે છે. આવો જ એક બનાવ હાલમાં નવી મુંબઇ ખાતે બની ગયો. કેટલાક પ્રવાસીઓ નવી મુંબઈમાં ધોધ જોવા ગયા હતા પરંતુ વરસાદના કારણે ત્યાં અટવાઈ ગયા હતા.
આ પણ વાંચો: Sikkimમાં વરસી રહી છે આકાશી આફતથી અમદાવાદ અને વડોદરાના અનેક પ્રવાસીઓ ફસાયા
મળતી માહિતી મુજબ સીબીડીના દુર્ગા નગર સ્થિત ધોધને જોવા અને તેની આસપાસ ફરવા ગયા હતા. પરંતુ ભારે વરસાદને કારણે તેઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. આ અંગેની માહિતી મળતા પોલીસ અને ઇમરજન્સી સર્વિસ ટીમ તુરંત સ્તળ પર પહોંચી ગઇ હતી અને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં ભારે વરસાદમાં લોકો ફસાયા હતા. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ચંદ્રપુરના અજયપુર ગામ પાસે ઘણા ખેડૂતો ખેતરોમાં ફસાઈ ગયા હતા. અહીં ફરવા આવેલા કેટલાક લોકો પણ ફસાઇ ગયા હતા. ત્યાર બાદ પોલીસને એલર્ટ કરવામાં આવતા પોલીસ ટીમે આવીને લોકોને સુરક્ષીત રીતે બહાર કાઢ્યા હતા.