આમચી મુંબઈ

મેટ્રોમાં લીકેજઃ સોશિયલ મીડિયા પર યૂઝરે કરી ફરિયાદ, તો અમુકે ઠેકડી ઉડાવી

મુંબઈઃ મુંબઈની તુલનામાં પાટનગર દિલ્હીની મેટ્રો પ્રવાસીઓ અને પ્રશાસન માટે ચર્ચામાં રહે છે ત્યારે તાજેતરમાં મુંબઈની મેટ્રોમાં લીકેજના વીડિયો વાઈરલ થતા યૂઝર્સે તેની ઠેકડી ઉડાવી હતી.

મુંબઈની લોકલ ટ્રેનમાં ક્યારેક વરસાદને કારણે પાણી ટપકવાનું જોવા મળ્યું છે, જ્યારે ક્યારેક એસી લોકલમાં પણ એવું કંઈક જોવા મળ્યું હશે. પરંતુ તાજેતરમાં મુંબઈની મેટ્રોમાં પાણી ટપકતું જોવા મળ્યું હતું. જોકે, નાગરિકોએ મેટ્રોમાં વરસાદનું ધાર્યું નહોતું. મેટ્રો ટ્રેનના ડબ્બામાં પાણી ટપકતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પ્રવાસીઓ વિડિયો પર મિશ્ર પ્રતિક્રિયા આપી હતી. વીડિયો શેર કરનાર એક પ્રવાસીએ લખ્યું હતું કે ‘આ તો સિલેબસમાં નહોતું’.



અન્ય એક બીજા યૂઝરે લખ્યું હતું કે ‘મુંબઈના વરસાદની આગાહીમાં મેટ્રોની મુસાફરીનો પણ સમાવેશ થવો જોઈએ’, જ્યારે અન્ય એકે તેને ‘સ્પિરિટ ઑફ મુંબઈ’ કહ્યું. જ્યારે નિખિલ મિશ્રા નામના ત્રીજા એક યૂઝરે લખ્યું હતું કે ભગવાનનો આભાર કે તે દિલ્હી મેટ્રો નહોતી.”

શહેરમાં આજે વહેલી સવારે ઉપનગરોમાં વાવાઝોડાં સાથે ભારે વરસાદ પડ્યો હતો. ગઈકાલે પણ ઉપનગરોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે આજે પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.
મુંબઈમાં આજે સવારે વાદળછાયું આકાશ અને મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો. ભારતીય હવામાન વિભાગે આખા દિવસમાં પણ ભારે વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી હતી. હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયા માટે મુંબઈમાં વાવાઝોડા સાથે મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…