આમચી મુંબઈ
થાણે શહેરમાં ૧૦ ટકા પાણી કાપ અમલમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મુંબઈ બાદ થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં પણ ૧૦ ટકા પાણીકાપ લાગુ કરી દેવામાં આવ્યો હોવાની જાહેરાત થાણે પાલિકાએ કરી છે.
મુંબઈ મહાનગરને પાણી પુરવઠો કરનારા જળાશયોમાં પાણીના જથ્થામાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને ચોમાસામાં સારો વરસાદ પડીને જ્યાં સુધી પાણીની સપાટીમાં વધારો થાય નહીં ત્યાં સુધી મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ અમલમાં રહેવાનો છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા થાણે મહાનગરપાલિકાને પણ પાણીપુરવઠો કરવામાં આવે છે, તેમાં તેણે ૧૦ ટકાનો કાપ મૂકી દીધો છે. તેથી થાણે પાલિકાને પણ તેના વિસ્તારમાં ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવો પડ્યો છે.