આમચી મુંબઈ

સોમવાર અને શુક્રવારે ગોરેગામ-મલાડમાં પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડ (પૂર્વ)માં આવેલી મલાડ ટેકરી જળાશય પરના ઈનલેટ અને આઉટલેટ પર રહેલા વાલ્વ બદલવા સહિતના અન્ય સમારકામ કરવામાં આવવાના છે. આ કામ બે તબક્કામાં કરવામાં આવવાના છે. તેથી સોમવાર નવ ઑક્ટોબર અને શુક્રવાર, ૧૩ ઑક્ટોબરના ગોરેગામથી મલાડ વિસ્તારમાં પાણીકાપ રહેશે.

પાલિકાના પાણી પુરવઠા ખાતાના જણાવ્યા મુજબ સમારકામ બે તબક્કામાં કરવામાં આવવાના છે. પહેલા તબક્કામાં ૯૦૦ મિલીમીટર વ્યાસના ત્રણ અને ૭૫૦ મિલીમીટર વ્યાસનો એક એમ કુલ ચાર વાલ્વ સોમવાર નવ ઑક્ટોબરના બદલવામાં આવશે. તો બીજા તબક્કામાં ૯૦૦ મિ.મિ. વ્યાસના બે અને ૭૫૦ મિ.મિ. વ્યાસના એક એમ કુલ ત્રણ વાલ્વ બદલવાનું કામ ૧૩ ઑક્ટોબરના કરવામાં આવવાનું છે.

તેથી સોમવાર અને શુક્રવારના સવારના આઠ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી ૧૬ કલાક માટે ‘પી-ઉત્તર’ વોર્ડના મલાડ (પૂર્વ) અને ‘આર-દક્ષિણ’ વોર્ડના ગોરેગામ (પૂર્વ)માં તેમ જ ‘આર-દક્ષિણ’ કાંદીવલી (પૂર્વ)માં પાણીપુરવઠો બંધ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button