રાજ ઠાકરેનો ક્રશ હતી સોનાલી બેન્દ્રે? જાણો અભિનેત્રીએ પોતે શું કહ્યું?

સોનાલી બેન્દ્રે 90ના દાયકાની જાણીતી અભિનેત્રી રહી ચૂકી છે. સરફરોશ, હમ સાથ સાથ હૈ, ભાઈ, જીસ દેશમે ગંગા રહેતા હૈ જેવી ઘણી ફિલ્મો તેમે કરી છે. જોકે ત્યાર બાદ ગોલ્ડી બહેલ સાથે પરણી તે ઠરીઠામ થઈ અને બે સંતાનની માતા પણ બની. થોડા વર્ષો પહેલા સોનાલી કેન્સરનો ભોગ બની પણ ખૂબ હિંમત દાખવી તે સારવાર કરી કેન્સરની બીમારીમાંથી બહાર આવી અને રિયાલિટી શૉમાં પણ દેખાઈ હતી.
સોનાલીનું નામ અમુક ફિલ્મસ્ટાર સાથે ચર્ચાયેલું પણ તેનાં નામ સાથે સૌથી વધારે કોઈનું નામ જોડાયેલું હોય તો તે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેનું. તે સમયે રાજ બાળ ઠાકરેની શિવસેનામાં જ હતા અને પરિવાર એક હતો. રાજ અને સોનાલી એક જ કૉલેજમાં ભણ્યા હોવાનો અને રાજને સોનાલી પર ક્રશ હોવાની વાતો ઘમી વાયરલ થઈ હતી.
થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રાજ સોનાલીને જોતો હોય તેમ દેખાઈ રહ્યું હતું. આ વિશે સોનાલીએ એક પોડકાસ્ટમાં દિલ ખોલીને વાત કરી છે. તેમે કહ્યું છે કે મને નથી લાગતું કે રાજને ખરેખર મારા પર ક્રશ હતો. જોકે તેણે આવી વાતો સામે નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે આવી વાતો થાય ત્યારે ખરાબ લાગે છે કારણ કે આ માત્ર એક વ્યક્તિની વાત નથી હોતી તેની સાથે તેનો પરિવાર જોડાયેલો હોય છે.
આ પણ વાંચો - Happy Birthday: 50ની થઈ એકતા કપૂર તો સ્મૃતિ ઈરાનીએ લખી આવી ઈમોશનલ પોસ્ટ
આ સાથે તેણે રાજ ઠાકરેના પરિવાર અને પોતાના પરિવારના એકબીજા સાથેના સંબંધો અંગે પણ જણાવ્યું હતું. રાજની પત્ની શર્મિલા, સોનાલીની મમ્મી, તેની માસી વગેરે એકબીજાને સારી રીતે ઓળખે છે અને આ રીતે એકબીજા પરિવારને ઓળખે છે.
જોકે બન્ને સૌથી પહેલા મુંબઈમાં માઈકલ જેક્શનના પ્રોગ્રામમાં સાથે દેખાયા હતા અને ત્યારબાદ 30 વર્ષ પછી મુંબઈમાં જ મરાઠી ભાષા માટે યોજાયેલા એક કાર્યક્રમમાં દેખાતા આ વાત ફરી લોકજીભે ચડી હતી.
સોનાલીએ પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં કેન્સર સહિતના તમામ વિષયો પર વાત કરી હતી.