વિશ્ર્વાસ નાંગરે-પાટીલ પુણેના નવા કમિશનર? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

વિશ્ર્વાસ નાંગરે-પાટીલ પુણેના નવા કમિશનર?

શિંદે જૂથના પદાધિકારીના સ્ટેટસે ચર્ચા જગાવી

પુણે: મહારાષ્ટ્ર પોલીસ દળના આઈપીએસ અધિકારી વિશ્ર્વાસ નાંગરે-પાટીલ ફરી ચર્ચામાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના પદાધિકારીના વ્હૉટ્સઍપ સ્ટેટસને કારણે વિશ્ર્વાસ નાંગરે-પાટીલની નિયુક્તિ પુણેના કમિશનર પદે થવાની હોવાની ચર્ચાએ પુણેમાં જોર પકડ્યું છે.

નાંગરે-પાટીલ પુણેના નવા પોલીસ કમિશનર બનશે, એવો વિશ્ર્વાસ શિંદે જૂથના પદાધિકારીઓને છે, કારણ કે એક પદાધિકારીએ ગૃહ મંત્રાલયના આદેશ પહેલાં જ આ અંગેનું સ્ટેટસ મૂક્યું હોવાનું સામે આવ્યું છે. ‘બૉસ લવકરચ પુણ્યાત?’ એવા લખાણ સાથે આ પદાધિકારીએ નાંગરે-પાટીલનો ફોટો સ્ટેટસ પર મૂક્યો છે. આ સ્ટેટસની પુણેના રહેવાસીઓ સહિત રાજ્યના આઈપીએસ અને વરિષ્ઠ અધિકારીઓમાં ચર્ચા ચાલી રહી છે.

જોકે ગૃહ મંત્રાલયના આદેશ પહેલાં જ વરિષ્ઠ અધિકારીઓની બદલી અંગે કાર્યકરોને જાણકારી કઈ રીતે મળી જાય છે, એવો પ્રશ્ર્ન ઊભો થયો છે. વિશ્ર્વાસ નાંગરે-પાટીલ અત્યારે એન્ટી કરપ્શન બ્યૂરોના એડિશનલ ડીજી તરીકે ફરજ બજાવે છે.

બીજી બાજુ, પુણેના પોલીસ કમિશનર રિતેશ કુમારનો કાર્યકાળ હજુ પૂરો થયો નથી. જોકે બેથી ત્રણ મહિનામાં રિતેશ કુમારનું પ્રમોશન થવાનું છે. પરિણામે પુણેની જવાબદારી કોને સોંપવામાં આવશે એ ચર્ચાએ જોર પકડ્યું છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button