આમચી મુંબઈમહારાષ્ટ્ર

બસ કંડક્ટરને ચાકુની ધાકે લૂંટનારા ચાર આરોપી કાર પરના સ્ટિકરને કારણે પકડાયા…

વિરાર માં લિફ્ટ આપવાને બહાને કારમાં બેસાડી ચાકુની ધાકે બસ કંડક્ટરને લૂંટનારા ચાર આરોપી 24 કલાકમાં જ કાર પર લાગેલા ‘હ્યુમન રાઈટ્સ ઑર્ગેનાઈઝેશન’ના સ્ટિકરને કારણે પકડાઈ ગયા હતા.

આ પણ વાંચો : ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવાનની હત્યા: આરોપી પાંચ કલાકમાં પકડાયો

વિરાર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ અશરફ ઈસાક, અલિનિજર અહમદ ખાન (22), રવિકુમાર ગૌતમ (26) અને આકાશ મોદનવાલ (22) તરીકે થઈ હતી. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી કાર અને લૂંટેલી મતા હસ્તગત કરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર ઘટના વિરારમાં 20 ઑક્ટોબરના મળસકે 3.30 વાગ્યાની આસપાસ બની હતી. 35 વર્ષનો બસ ક્ધડક્ટર વિરાર સ્ટેશને જવા માટે બસની રાહ જોતો ઊભો હતો. ડ્યૂટી પર જોડાવા તે અંધેરી બસ ડેપો જવાનો હતો. કારમાં આવેલા ચાર જણે ફરિયાદી ક્ધડક્ટરને લિફ્ટ ઑફર કરી હતી.

મોડું થતું હોવાથી ફરિયાદી આરોપીઓની કારમાં બેઠો હતો. આરોપીઓએ નિર્જન સ્થળે લઈ જઈ ક્ધડક્ટરની મારપીટ કરી હતી. બાદમાં ચાકુની ધાકે મોબાઈલ ફોન, બ્લુટૂથ અને રોકડ લૂંટી આરોપીઓ ફરિયાદીને એક દરગાહ નજીક ફેંકીને ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણે ક્ધડક્ટરે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી હતી.

પોલીસે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી કારને ઓળખી કાઢી હતી. કાર પર હ્યુમન રાઈટ્સ ઑર્ગેનાઈઝેશનનું સ્ટિકર લાગેલું હતું, જેના પર નંબર સુધ્ધાં હતો. સ્ટિકરને આધારે પોલીસ કારમાલિક સુધી પહોંચી હતી. કાર અશરફને આપી હોવાનું માલિકે પોલીસને કહ્યું હતું.

આ પણ વાંચો : બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: રિક્ષાચાલકની ધરપકડ…

પોલીસે 24 કલાકમાં જ અશરફને બોરીવલીથી પકડી પાડ્યો હતો. તેણે આપેલી માહિતી પરથી ત્રણ સાથીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ વિરાર પોલીસે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker