વિરારમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે ઘરમાં ગળાફાંસો ખાધો
પાલઘર: પાલઘર જિલ્લાના વિરારમાં 35 વર્ષના પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. મૃતકની ઓળખ રવીન્દ્ર ભદ્રેશેટ્ટે તરીકે થઇ હોઇ તે અર્નાળા પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો.
રવીન્દ્ર વિરારના બોળિંજ વિસ્તારમાંના બ્રહ્મા એપાર્ટમેન્ટમાં રહેતો હતો. તેણે મંગળવારે બપોરે ઘરે છતના હુક સાથે બેડશીટ બાંધીને ગળાફાંસોે ખાધો હતો. પરિવારજનો બહાર ગયા હતા ત્યારે તેણે અંતિમ પગલું ભર્યું હતું.
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રવીન્દ્રને ત્વરિત હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
આ પણ વાંચો : પાલઘરમાં એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસુતિ કરાવવી પડી, જાણો ચોંકાવનારો બનાવ
પોલીસે આ પ્રકરણે એડીઆર નોંધીને તપાસ આદરી હતી. રવીન્દ્રએ કરેલી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. સૂત્રોએ જણાવ્યું હતું કે રવીન્દ્ર ઑગસ્ટમાં પુણેમાં રહેતા તેના ભાઇ પાસે ગયો હતો, જ્યારે તેને વીજળીનો આંચકો લાગ્યો હતો.