Viral Video: Mumbai Localમાં સીટ ના મળતાં કાકાએ કર્યું કંઈક એવું કે…

સોશિયલ મીડિયા પર દરરોજ જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે અને એમાંથી કેટલાક વીડિયો જોઈને આપણે માથાના વાળ ખેંચી લેવાનું માન થઈ જાય છે તો કેટલાક વીડિયો આપણને કંઈક નવું કરવાની પ્રેરણા આપે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનનો છે.
Also read: સંજય રાઉત અને રાજ ઠાકરે વચ્ચે તડાફડીઃ જનતાના મુદ્દા બાજુએ ને…
આ વીડિયોમાં એક કાકા બેસવાની સીટ ન મળતાં કંઈક એવું કરતાં જોવા મળે છે કે જેની કોઈએ કલ્પના નહીં કરી હોય. ચાલો જોઈએ આખરે એવું તે શું કર્યું કાકાએ જોઈએ- લોકલ ટ્રેન એ મુંબઈની લાઈફલાઈન ગણાય છે અને આ લોકલ ટ્રેન એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ મુંબઈ લોકલમાં એડજસ્ટ કરવાનું શિખી જાય એ દુનિયામાં કોઈ પણ જગ્યાએ ગોઠવાઈ જાય. મુંબઈ લોકલનો આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભીડ ભરેલી લોકલ ટ્રેનમાં એક કાકા ચઢે છે અને એમને બેસવાની જગ્યા નથી. દરમિયાન કાકા પોતોના બેગમાંથી એક ફોલ્ડિંગ સ્ટુલ કાઢે છે અને બે સીટની વચ્ચે સ્ટૂલ પર આરામથી બેસીને પ્રવાસ કરવા લાગે છે. એટલું જ નહીં પણ કાકા કેમેરાની સામે પોઝ આપતી વખતે, વિક્ટરીની સાઈન પણ દેખાડે છે.
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો borivali_churchgate_bhajan નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયો 40 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે. વાઈરલ વીડિયો પર લોકો ખૂબ જ મજેદાર કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે વિન્ડો સીટ પ્રો- મેક્સ… બીજા એક યુઝરે લખ્યું હતું કે આ કાકાને જોઈને હવે બીજા લોકો પણ આવી વ્યવસ્થા કરીને જ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરશે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે આ સીટ બાકીની સીટ કરતાં વધારે આરામદાયક છે.
Also read: મુંબઈગરાઓએ ફરીથી માસ્ક ખરીદવા પડે તેવી સ્થિતિ, હવા મંદ પડતા પ્રદૂષણમાં વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક વખત સોશિયલ મીડિયા પર લોકલ ટ્રેનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ગયા અઠવાડિયે પણ મુંબઈ લોકલનો આવો જ એક વીડિયો વાઈરકલ થયો હતો જેમાં ભીડવાળી એક્સપ્રેસ ટ્રેનમાં સીટ ના મળતાં એક પ્રવાસી બે સીટની વચ્ચે દોરીથી ગૂંથણ કરીને ખાટલો બનાવતો જોવા મળ્યો હતો. આ વીડિયો પર પણ લોકોએ મજેદાર કમેન્ટ્સ કર્યા હતા.