આમચી મુંબઈ

કરોડો રૂપિયાનું વીઆઇપીએસ ગ્રૂપ પોન્ઝી કૌભાંડ: ઇડીની સુરત, કોલ્હાપુર, અહમદનગર, પુણેમાં વિવિધ સ્થળે સર્ચ

મુંબઈ: વિનોદ ખુટે, તેના પરિવારના સભ્યો અને સહયોગીઓ દ્વારા સંચાલિત વીઆઇપીએસ ગ્રૂપ ઓફ કંપનીઝને નામે બોગસ પોન્ઝી/મલ્ટિલેવલ માર્કેટિંગ સ્કીમ્સ/ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ સાથે સંબંધિત મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરક્ટરેટ (ઇડી)ની મુંબઈ ઝોનલ ઓફિસે શુક્રવારે સુરત, કોલ્હાપુર, અહમદનગર અને પુણેમાં વિવિધ સ્થળે સર્ચ હાથ ધરી હતી.

આ સર્ચ દરમિયાન વિવિધ વાંધાજનક દસ્તાવેજો, કરોડોની સ્થાવર સંપત્તિની વિગતો, ડિજિટલ ડિવાઇસીસ અને બૅંક ફંડ જપ્ત/સ્થગિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ટિકિટ કૌભાંડ: વેઈટરના ખાતામાંથી મળ્યા લાખો રુપિયા, રેલ કર્મીઓની સંડોવણીની શંકા!

પુણેના ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એફઆઇઆરના આધારે એજન્સીએ વિનોદ ખુટે, સંતોષ ખુટે, મંગેશ ખુટે, કિરણ પિતાંબર અનારસે, અજિંક્ય બદાધે અને અન્યો વિરુદ્ધ પોન્ઝી/મલ્ટિલેવલ માર્કેટિંગ સ્કીમ્સ અને ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મના નામે સામાન્ય લોકો સાથે કથિત છેતરપિંડી આચરવા બદલ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે.

એજન્સીએ દાવો કર્યો છે કે દુબઇમાં રહેતો વિનોદ ખુટે આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે. વિનોદ ખુટેએ વીઆઇપીએસ ગ્રૂપ ઓફ કંપનીઝ, મેસર્સ ગ્લોબલ એફિલિયેટ બિઝનેસ, મેસર્સ કાના કેપિટ, રિયલ ગોલ્ડ કેપિટલ વિગેરે થતી વિવિધ ગેરકાયદે મલ્ટિલેવલ માર્કેટિંગ અને છેતરામણી યોજનાઓ, ગેરકાયદે ટ્રેડિંગ, ક્રિપ્ટો એક્સચેન્જ, વોલેટ સેવાઓને નામે ઠગાઇ કરી છે.
વિવિધ યોજનાઓ થકી ભેગું કરવામાં આવેલું ભંડોળ કાગળ પર બનાવેલી કંપનીઓમાં વળવામાં આવ્યું હતું, જે બાદમાં ઉપાડી લેવાયું હતું અને ક્રિપ્ટો/વર્ચ્યુઅલ એસેટ્સમાં રૂપાંતર કરી કર્યા બાદ હવાલા ચેનલ દ્વારા દુબઇ મોકલવામાં આવતું હતું.

આ પણ વાંચો: ઈડીએ એક સાથે ત્રણ રાજ્યોના 24 સ્થળોએ દરોડા પાડ્યા! 2700 કરોડ રૂપિયાના કૌભાંડની આશંકા

ઇડી દ્વારા ભારત અને દુબઇમાં ખુટે, તેના સંબંધીનું વિવિધ બેન્કમાં જમા ભંડોળ, સ્થાવર મિલકતો સહિત 75.42 કરોડની મતા જપ્ત અથવા સ્થગિત કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button