મરાઠા અનામતના કાર્યકર્તાની રેલીમાં સમયમર્યાદાનું ઉલ્લંઘન: આયોજકો સામે ગુનો દાખલ

છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં મરાઠા અનામતના કાર્યકર્તા મનોજ જરાંગેની રેલી નિર્ધારિત સમયમર્યાદાથી પાર યોજવામાં આવી તે બદલ છ આયોજકો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ કહ્યું હતું.
આયોજકોએ ક્ધનડ શહેરમાં 2 ઑક્ટોબરે જરાંગેની રેલી માટે પોલીસ પાસે પરવાનગી માગવામાં આવી હતી. તે સાંજે 6 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી નિર્ધારિત હતી. જોકે રેલી રાતે 11 વાગ્યે શરૂ થઇ હતી અને મોડી રાતે 12.40 વાગ્યા સુધી ચાલી હતી.
રવિવારે નોંધાયેલા એફઆઇઆર અનુસાર આયોજકોએ પરવાનગી માગી હતી અને સમયમર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું. આથી પોલીસે હવે ગુનો દાખલ કર્યો હતો.
રેલીમાં લાઉડસ્પીકરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને કારણે આસપાસના રહેવાસીઓને ત્રાસ થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસે આ પ્રકરણે ભારતીય દંડસંહિતાની કલમ 188 (સરકારી આદેશનું ઉલ્લંઘન), 268 (જાહેર ત્રાસ) અને 291 (નિયમોનું ઉલ્લંઘન કરવું) તથા મહારાષ્ટ્ર પોલીસ એક્ટની જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
જરાંગે મરાઠા સમાજ માટે અનામતની માગણી વિશે જાગૃતિ લાવવા મહારાષ્ટ્રના વિવિધ ભાગોની યાત્રા કરી રહ્યા છે. ક્ધનડનો પ્રવાસ બાદ તેમણે સોમવારે જળગાંવ અને બુલઢાણા જિલ્લાની મુલાકાત લીધી હતી. (પીટીઆઇ)