આમચી મુંબઈ

પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે મુંબઈમાં વિન્ટેજ કાર રેલી

મુંબઈ: આ વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ધ વેસ્ટર્ન ઈન્ડિયા ઓટોમોબાઈલ એસોસિયેશન દ્વારા વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી ૨૬ જાન્યુઆરીએ થશે અને એસોસિયેશનના અધ્યક્ષ નીતિન ડોસાના કહેવા અનુસાર એમાં ક્લાસિક અને સુપર કાર મુંબઈવાસીઓને જોવા મળશે. તેમણે જણાવ્યું હતું કે ૨૭ અને ૨૮ જાન્યુઆરીએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે સવારે ૧૦ વાગ્યાથી સાંજે છ વાગ્યા દરમિયાન વિન્ટેજ અને ક્લાસિક સુપર કાર અને બાઈકના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ ક્યારેય જોવા ન મળી હોય એવી અનોખી કાર અને બાઈક પણ જોવા મળશે. એમજી નામની કાર ફેક્ટરીની સદીની ઉજવણી નિમિત્તે ૧૬ દેશનો પ્રવાસ ખેડી ૧૨૦૦૦થી વધુ કિલોમીટરનો પ્રવાસ ખેડનારી દમણ ઠાકોરની ૧૯૫૦ની બનાવટની એમજી (લાલ પરી) કાર પ્રજાસત્તાક દિનની રેલીમાં પ્રથમ સ્થાને હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button