મુંબઈમાં 82 વર્ષના વૃદ્ધ 1.08 કરોડના સાયબર ફ્રોડનો શિકાર બન્યા, પોલીસે તપાસ શરૂ કરી…

મુંબઈ : મુંબઈમાં વિલે પાર્લેના 82 વર્ષના નિવૃત વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. જેમાં આરોપીઓએ સીબીઆઈ અને દિલ્હી પોલીસના અધિકારીના નામે 1.08 કરોડની છેતરપીંડી કરી હતી. આ કેસમાં મુંબઈ સાયબર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
વોટ્સએપ પર વિડીયો કોલ આવ્યો હતો
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ નિવૃત વૃદ્ધને વોટ્સએપ પર વિડીયો કોલ આવ્યો હતો. આ વ્યકિતએ પોતાને દિલ્હી ટેલીકોમ વિભાગના અધિકારી પવન કુમાર ગણાવ્યા હતા. આ કોલરે વુદ્ધને આધાર કાર્ડના દુરઉપયોગ કરવાની વાત કરી હતી. તેમજ કહ્યું હતું કે તેમણે કેનરા બેંકના એક નકલી ખાતું ખોલાવ્યું છે અને તેના દ્વારા આંતર રાષ્ટ્રીય ધોરણે નાણાની લેવડ દેવડ કરવામાં આવે છે.
કિલયરન્સ સર્ટીફીકેટના બહાને બેંકની વિગત માંગી
તેની બાદ અન્ય બે કોલ આવ્યો હતો. જેમાં એક મહિલાએ તેની ઓળખ ખુશી શર્મા તરીકે આપી હતી. તેમજ પોતાને દિલ્હી પોલીસની સબ ઈન્સ્પેક્ટર ગણાવ્યા હતા. જયારે અન્ય એક વ્યક્તિએ પોતાની ઓળખ સીબીઆઈના હેમરાજ કોહલી તરીકે આપી હતી. તેમણે વૃદ્ધને ધરપકડ કરવાની ધમકી આપી હતી. તેમજ કિલયરન્સ સર્ટીફીકેટના બહાને બેંકની
વિગત માંગી હતી.
આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા
તેમજ તેની બાદ વૃદ્ધે બીક અને ભ્રમમાં પોતાના અને પત્નીના ખાતામાં રહેલા 1.08 કરોડ રૂપિયા આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ આરોપીઓ વોટ્સએપ વિડીયો કોલથી તે સતત સંપર્કમાં રહ્યા અને તેમને ધમકાવતા રહ્યા. તેમજ આ વાત પોતાના પુત્ર સહિત કોઈને પણ ન જણાવવા માટે દબાણ કરતા રહ્યા.
પોલીસે તપાસ હાથ ધરી
તેમજ જ્યારે પીડિતને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. ત્યારે તેણે મુંબઈના પશ્ચિમ ક્ષેત્ર સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ભારતીય દંડ સંહિતા અને આઈટી એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
તેમજ પોલીસ આરોપીઓના મોબાઇલ નંબર અને બેંક ખાતાના આધારે તેમની શોધ કરી રહી છે.
આ પણ વાંચો…નોકરી ઇચ્છુકોને છેતરીને તેમનાં બૅન્ક ખાતાંનો ઉપયોગ સાયબર ફ્રોડમાં કરનારા પકડાયા…