વિલે પાર્લેની પંચતારક હોટેલમાં પતિએ કરી આત્મહત્યા: પત્ની વિરુદ્ધ ગુનો…

મુંબઈ: વિલે પાર્લે પૂર્વમાં આવેલી પંચતારક હોટલમાં 41 વર્ષના શખસે 28 ફેબ્રુઆરીએ ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. મૃતકની ઓળખ નિશાંત ત્રિપાઠી તરીકે થઇ હતી, જેણે અંતિમ પગલું ભરતા પહેલા કંપનીની વેબસાઇટ પર મેસેજ લખ્યો હતો, જેમાં તેના મૃત્યુ માટે પત્ની અને તેની માસી જવાબદાર હોવાનું જણાવ્યું હતું.
Also read : કાલુ ડેમ પૂર્ણ થવાથી થાણે મહાનગરની પાણીની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ જશે: એકનાથ શિંદે
નિશાંતની માતા અને સમાજસેવિકા નીલમે (64) આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને 3 માર્ચે નિશાંતની પત્ની અપૂર્વા પરિક (36) અને તેની માસી પ્રાર્થના (50) વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પંચતારક હોટેલની રૂમના બાથરૂમમાં 28 ફેબ્રુઆરીએ નિશાંત ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. નિશાંત એનિમેટેડ અને ફિલ્મ નિર્માણના કામ કરતો હતો અને તે પોતાની કંપની પણ ધરાવતો હતો.
નિશાંતની માતાએ જણાવ્યું હતું કે નિશાંત વિરારમાં રહેતો હતો. તે તેની પત્નીથી કંટાળી ગયો હતો અને હોટેલમાં રહેવા જતો રહ્યો હતો. તે ત્યાં ત્રણ દિવસ રહ્યો હતો. 28 ફેબ્રુઆરીએ હોટેલના સ્ટાફે રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો, પણ અંદરથી કોઇ પ્રતિસાદ ન મળતાં બીજી ચાવીથી દરવાજો ખોલવામાં આવ્યો હતો, જ્યાં બાથરૂમમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. નિશાંતે હુક સાથે રસ્સી બાંધી ગળાફાંસો ખાધો હતો.
એફઆઇઆર અનુસાર નિશાંતના મોબાઇલમાં સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેના મૃત્યુ માટે પત્ની અને તેની માસીને તેણે જવાબદાર ઠેરવી હતી.
Also read : કાંદિવલીના 150 વર્ષ જૂના તાડકેશ્વર મંદિરને પાલિકાની નોટિસ
નિશાંતની માતાએ કહ્યું હતું કે નિશાંતની પત્નીએ બીબીએ કર્યું છે અને તે ખાનગી કંપનીમાં કામ રહે છે. તેઓ છેલ્લા દિવસોમાં સાથે રહેતા નહોતાં. નિશાંતની પત્નીએ તેનો વારંવાર સંપર્ક સાધ્યો હતો અને તેને ખૂબ પરેશાન કર્યો હતો. તે શારીરિક-માનસિક અને આર્થિક રીતે બરબાદ થઇ ગયો હતો.