આમચી મુંબઈ

14 રોકાણકારો સાથે 3.6 કરોડ રૂપિયાની છેતરપિંડી: પાંચ સામે ગુનો…

થાણે: રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 14 રોકાણકારો સાથે 3.6 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ થાણેની પોલીસે પાંચ જણ સામે ગુનો દાખલ કર્યો હતો. શ્રીનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે વિક્રોલીના દુકાનદારે અમારો સંપર્ક સાધ્યો હતો અને કંપનીના સ્થાપક સહિત પાંચ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓએ આકર્ષક અને ખાતરીપૂર્વકના વળતરનું વચન આપ્યા બાદ ફરિયાદી તથા અન્ય 13 જણે ફેબ્રુઆરી, 2024થી કંપનીમાં 3.6 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. કંપનીએ શરૂઆતમાં સમયસર વળતર ચૂકવ્યું હતું, પણ બાદમાં વળતર આપવાનું બંધ કરી દેવાયું હતું. આરોપી વળતર ઉપરાંત રોકેલાં નાણાં પણ પાછા આપી શક્યાં નહોતાં, જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતા તેમ જ એમપીઆઇડી (મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસ બાદમાં આર્થિક ગુના શાખામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button