આમચી મુંબઈ

વિકાસ ઓબેરોય સાર્દિનિયામાં લેમ્બોર્ગિની અકસ્માતની તપાસ હેઠળ

લંડન: મુંબઈના રિયલ્ટર્સ એક વિકાસ ઓબેરોયની સાર્દિનિયામાં ચાર સુપર કાર અને એક મિની-વાન સાથે થયેલા અકસ્માતના સંબંધમાં તપાસ ચાલી રહી છે અને જેમાં એક સ્વિસ દંપતીનું મૃત્યુ થયું હતું. ઓબેરોય અને તેની પત્ની,અભિનેત્રી ગાયત્રી જોશી, આ સોમવારે સાર્દિનિયાના એક હાઇવે પર લેમ્બોર્ગિનીમાં પ્રવાસ કરતા હતા ત્યારે તેમનો મલ્ટી કાર અકસ્માત થયો હતો . ઓબેરોયને થોડી ઈજાઓ થઈ હતી, તે હોસ્પિટલમાં સ્વસ્થ થઈ રહ્યા છે.

કાર્બોનિયા, સાર્દિનિયાના કારાબિનેરી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓબેરોય અને તેની પત્ની મુક્ત છે અને હાલમાં, તેમના પર કોઈ મુસાફરી પ્રતિબંધો નથી. મેજિસ્ટ્રેટ પિગલિયા પુરાવા એકત્ર કરી રહ્યા છે અને કેસની હકીકતો જાણવા માટે આગામી થોડા દિવસોમાં સાક્ષીઓ સાથે વાત કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઓબેરોય દારૂના નશામાં ડ્રાઇવિંગ કરતો ન હતો.

અકસ્માતમાં સામેલ એક ફેરારીમાં સ્વિસ દંપતીનું સોમવારના અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
કંપનીએ એેક નિવેદનમાં જણાવ્યું હતું કે,સંબંધિત સત્તાવાળાઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને જ્યાં સુધી તથ્યો સ્થાપિત ન થાય ત્યાં સુધી અમે આ વિષય પર ટિપ્પણી કરી શકીશું નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button