થાણેમાં ડમ્પરો સામે વિજિલન્સ ટીમની કાર્યવાહી: બે વાહનને દંડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

થાણેમાં ડમ્પરો સામે વિજિલન્સ ટીમની કાર્યવાહી: બે વાહનને દંડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: હવામાં રહેલા પ્રદૂષણને ઘટાવા માટે હાઈ કોર્ટે આપેલા નિર્દેશ થાણે મહાનગરપલિકાએ ગાઈડલાઈનનું પાલન બરોબર થાય છે કે નહીં તે ચકાસવા બનાવેલી વિજિલન્સ ટીમે શહેરમાં ઠેક-ઠેકાણે ઈન્સ્પેકશન ચાલુ કર્યું છે, જેમા શુક્રવારે ઈર્સ્ટન એક્સપ્રેસ હાઈવે પર વિજિલન્સ ટીમે છાપો મારીને કાટમાળ લઈ જતા બે ડમ્પરોને પકડી પાડ્યા હતા.

મુંબઈ સહિત રાજ્યના મોટાભાગના શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. મુજબ મુંબઈ મહાનગરપાલિકાની સાથે અન્ય પાલિકાઓએ પણ વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે ૨૭ નિયમો સાથેની ગાઈડલાઈનને અમલમાં મૂકી છે. ગાઈડલાઈન મુજબ સાર્વજનિક સ્થળ પર કાટમાળ લઈ જતા વાહનોને ઢાંકવા આવશ્યક છે. તેથી આ નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવા માટે થાણે પાલિકા ક્ષેત્રમાં વિજિલન્સ ટીમ ઠેર-ઠેર ઈન્સ્પેકશન કરી રહી છે. શુક્રવારે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આનંદ નગર નાકા પર વિજિલન્સ ટીમે કાટમાળનું વહન કરનારી બે ગાડીઓ સામે કાર્યવાહી કરી હતી. થાણે પાલિકાના પર્યાવરણ વિભાગ કરેલી કાર્યવાહીમાં કુલ ૧૪૦ ડમ્પર વાહનોને તપાસવામાં આવ્યા હતા. તેમાંથી બે વાહન બાંધકામનો કાટમાળ થાણેની હદમાં લાવી રહ્યા હતા. આ વાહનોને જામર લગાડવામાં આવ્યા છે. તેમ જ દરેકને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વિજિલન્સ ટીમ આ પ્રકારે અચાનક ઈન્સ્પેકશન કરવાનું ચાલુ રાખશે એવું થાણે પાલિકાએ કહ્યું હતું. અત્યાર સુધી મહિનાભરમાં થાણેમાં આવા ૧૩૮ વાહનો સામે કાર્યવાહી કરીને પાંચ લાખ ૧૩ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તો કચરો બાળવાના ૫૩ કેસ નોંધાયા છે અને તેમની પાસેથી દંડ પેઠે બે લાખ નવ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. થાણે પાલિકાએ વાયુ પ્રદૂષણ રોકવા માટે જુદી જુદી યોજના અમલમાં મૂકી છએ. એ સાથે જ પ્રદૂષણને લગતી ફરિયાદ નોંધાવા માટે થાણે પાલિકાએ હેલ્પલાઈન ૮૬૫૭૮૮૭૧૦૧ ચાલુ કરી છે, જેના પર અત્યાર સુધી ૨૨ ફરિયાદ નોંધાઈ છે. પાલિકા વિસ્તારમાં વાયુ પ્રદૂષણ માટે નાગરિકોને ૮૬૫૭૮૮૭૧૦૧ વોટ્સએપ નંબર પર ફોટો સાથે ફરિયાદ કરવાની અપીલ પણ થાણે પાલિકાએ કરી છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button