વિદ્યાવિહાર બ્રિજ મે, ૨૦૨૬ સુધીમાં ખુલ્લો મુકાશે | મુંબઈ સમાચાર

વિદ્યાવિહાર બ્રિજ મે, ૨૦૨૬ સુધીમાં ખુલ્લો મુકાશે

સુપ્રીમ કોર્ટે ટ્રી ઓથોરિટીને પાલિકાની વૃક્ષ કાપવાની અરજી પર વિચાર કરવા જણાવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિદ્યાવિહાર (વેસ્ટ)માં અમુક બાંધકામોને કારણે વિદ્યાવિહાર રેલવે ઓવર બ્રિજનું (આરઓબી) કામ લાંબા સમયથી અટવાઈ પડ્યું છે. તેથી આ બાંધકામોને ચોમાસા બાદ દૂર કરીને બ્રિજનું બાકીનું કામ ત્યારબાદના પાંચ મહિનામાં પૂરા કરવામાં આવશે અને મે, ૨૦૨૬ સુધીમાં સુધીમાં બ્રિજનું તમામ કામ પૂરું કરીને તેને આગામી ચોમાસા પહેલા ખુલ્લો મૂકવાની યોજના હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું.

પાલિકાના ‘એન’ વોર્ડની હદમાં આવતા ઘાટકોપરમાં ઈસ્ટમાં રામચંદ્ર ચેંબૂરકર રોડ અને વેસ્ટમાં લાલબહાદૂર શાસ્ત્રી રોડને જોડવા માટે વિદ્યાવિહાર રેલવે સ્ટેશનના પાટા ઉપર પાલિકા દ્વારા બ્રિજ બાંધવામાં આવી રહ્યો છે પણ લાંબા સમયથી વેસ્ટમાં રહેલા અમુક બાંધકામને કારણે આ પુલનું કામ અટવાઈ પડયું છે. તેથી પુલના બાંધકામના ખર્ચામાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને લાંબા સમયથી સ્થાનિકો પણ પુલ ચાલુ થાય તેની રાહ જોઈ રહ્યા છે.

આપણ વાંચો:  આનંદો: ગોરેગાંવ મુલુંડ લિંક રોડ આડેનો મોટો અવરોધ દૂર થયો

પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે (પ્રોેજેક્ટ)વિદ્યાવિહાર ઈસ્ટ-વેસ્ટને જોડનારો તથા વિદ્યાવિહાર રેલવે સ્ટેશન ઉપરથી જનારા ફ્લાયઓવરનું કામ ૩૧મે, ૨૦૨૬ સુધી પૂરો કરવાનું લક્ષ્યાંક છે. પુલની ઈસ્ટ બાજુએ તમામ કામ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં પૂરા કરવામાં આવવાના છે. તો વેસ્ટ બાજુએ રહેલા બાંધકામના પુનર્વસનની પ્રક્રિયા પૂરી કરીને ચોમાસા બાદ તેને તોડી પાડવામાં આવશે અને ત્યારબાદના આગામી પાંચ મહિનામાં બ્રિજનું કામ ઝડપથી પૂરા કરવામાં આવશે. આ પ્રોજેક્ટને કારણે અસરગ્રસ્ત થનારા એટલે કે પ્રોજેક્ટ અફેકટેડ પર્સનને પર્યાયી ઘર આપીને તેમનું પુનર્વસન કરવામાં આવશે અને ત્યારબાદ ઝડપથી આ પુલનું કામ પૂરું કરવામાં આવવાનું છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button