આમચી મુંબઈ

પ્રેમી સાથેની અંગત પળોનું વીડિયો રેકોર્ડિંગ બાળક પાસે કરાવ્યું: માતા-પ્રેમી સામે ગુનો

નવી મુંબઈ: પ્રેમી સાથેની અંગત પળોનું વીડિયો રેકોર્ડિંગ છ વર્ષના બાળક પાસે કરાવવામાં આવ્યું હોવાની આંચકાજનક બાબત સામે આવતાં પોલીસે માતા અને તેના પ્રેમી સામે ગુનો નોંધ્યો હતો. બળાત્કારના કેસમાં જામીન અરજીની સુનાવણી વખતે સામે આવેલી આ માહિતીને આધારે કોર્ટે ગુનો નોંધવાના નિર્દેશ પોલીસને આપ્યા હતા.

મળતી માહિતી અનુસાર મહિલાએ તેના પ્રેમી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો. ખટલા દરમિયાન પુરાવા તરીકે વીડિયો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ વીડિયો ત્રીજી વ્યક્તિએ શૂટ કર્યો હોવાનું કોર્ટના ધ્યાનમાં આવ્યું હતું.
સંબંધિત વીડિયો રેકોર્ડિંગ કોણે કર્યું, એવો સવાલ કોર્ટે મહિલાને પૂછ્યો હતો. મહિલાએ કોર્ટમાં માહિતી આપી હતી કે એ વીડિયો તેના પુત્રએ શૂટ કર્યો હતો. કોર્ટના આદેશને પગલે પોલીસે પૂછપરછ કરતાં બાળકે કહ્યું હતું કે તેણે ‘કાકા’ (સહઆરોપી) વતી વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું.

આ પણ વાંચો : 99.32 લાખ મુંબઈગરા બજાવશે મતદાનની ફરજ

આરોપીની જામીન અરજીની સુનાવણી દરમિયાન છ વર્ષના બાળકે બે અશ્ર્લીલ વીડિયોનું રેકોર્ડિંગ કર્યું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. પરિણામે કોર્ટે આ પ્રકરણે એફઆઈઆર નોંધવાના નિર્દેશ કોર્ટને આપ્યા હતા. ઉરણ પોલીસે મંગળવારે બાળકની માતા અને તેના પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

મહિલાનો પતિ લગભગ છ મહિનાથી અલગ રહે છે. દંપતીનો પુત્ર માતા સાથે જ રહે છે. ગુરુવારે મોડી સાંજ સુધી આ કેસમાં ઉરણ પોલીસે કોઈનીય ધરપકડ કરી નહોતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button