છત્રપતિ શિવાજી મહારાજની જયંતી નિમિત્તે વિક્કી કૌશલે રાયગઢ કિલ્લાની લીધી મુલાકાત, તસવીરો વાઈરલ…

મુંબઈઃ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે અભિનેતા વિક્કી કૌશલે રાયગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી અને તેને કિલ્લા પર દૈવી અનુભૂતિ થઇ હોવાનું કહ્યું હતું. અભિનેતા વિક્કી કૌશલની છાવા ફિલ્મ હાલમાં ધૂમ મચાવી રહી છે જેમાં અભિનેતાએ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે.
Also read : મહારાષ્ટ્રમાં જ છાવા ટેક્સ ફ્રી નહીં થાયઃ જાણો મુખ્ય પ્રધાને આપ્યું આ કારણ

મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ ખાતાના પ્રધાન અદિતી તટકરે પણ રાયગઢ જિલ્લા પર વિક્કી સાથે પહોંચ્યા હતા. મરાઠા સામ્રાજ્ય વખતે રાયગઢ જિલ્લો રાજ્યની રાજધાની માનવામાં આવતી હતી.

હું રાયગઢ કિલ્લા પર પહેલી વખત આવ્યો છું. છાવા ફિલ્મમાં મને છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર ભજવવાનો મોકો મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. કિલ્લા પર આવીને મને દિવ્ય અનુભતી થઇ હતી, એમ વિકી કૌશલે જણાવ્યું હતું.
Also read : ‘Chhaava’ની જબરજસ્ત સફળતા બાદ વિકી કૌશલે આ મંદિરમાં કરી પૂજા

છત્રપતિ શિવાજી મહારાજ પ્રજાની બહુ સંભાળ રાખતા હતા. લોકો દ્વારા અને લોકોની સરકાર એ તેમના સમયથી શરૂ થયું હતું, એમ તેણે ઉમેર્યું હતું. શિવાજી મહારાજ જંયતી નિમિત્તે રાયગઢ જિલ્લા પર જઇ તેમને ભાવાંજલિ આપવાની ઇચ્છા પહેલાથી સોશિયલ મીડિયા પર વિક્કીએ વ્યક્ત કરી હતી.