મહારાષ્ટ્રના વધુ એક પીઢ નેતાએ સક્રિય રાજકારણમાંથી લીધો સન્યાસ: દિકરીને સોંપ્યો વારસો

મુંબઇ: મહારાષ્ટ્રમાં છેલ્લાં દોઢ વર્ષથી અનેક રાજકીય ઉથલ-પાથલ થઇ રહી છે. પછીએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી ભાજપનો હાથ પકડી મુખ્ય પ્રધાન બનેલ એકનાથ શિંદે હોય કે પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી એક મોટો કાફલો લઇને નિકળેલ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર હોય. ગઠ બંધન કરલું, સરકારનું બનવું અને સરકારનું પડવું આવા અનેક ખેલની મહારાષ્ટ્રની જનતા સાક્ષી છે. આ બધાની વચ્ચે હાલમાં જ નિલેશ રાણેએ સક્રીય રાજકારણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરુ થઇ ગયો હતો. ત્યાં હવે મહારાષ્ટ્રના પીઢ નેતા અને પૂર્વ વડા પ્રધાને દિકરીને વારસો સોંપી સક્રિય રાજકારણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સુશીલ કુમાર શિંદેએ સક્રિય રાજકારણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. પોતાના સન્યાસની સાથે તેમણે તેમની દિકરી પ્રણીતિ શિંદે સોલાપૂર સિટથી ચૂંટણી લડે તેવી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. આ અંગે વાત કરતાં સુશિલ કુમાર શિંદેએ એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં કહ્યું કે, મેં સક્રિય રાજકારણમાંથી સન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. પણ જ્યારે પણ જરુર હશે હું પક્ષા માટે હાજર રહીશ.
શિંદેએ વધુમાં કહ્યું કે, આ નિર્ણય તેમણે બે વર્ષ પહેલાં જ લઇ લીધો હતો. તેમાં કોઇ જ નવી વાત નથી. મેં નિવૃત્તી લઇ લીધે છે પણ જ્યારે પણ પાર્ટીને મારી જરુર હશે ત્યારે હું હાજર રહીશ. તેમણે તેમની દિકરીની ચૂંટણી લડે તેવી તેમની ઇચ્છા છે, આ અંગે વાત કરતાં કહ્યું કે, હું સોલાપુરથી ચૂંટણી લડતો હતો. હવે મારી ઇચ્છા છે કે મારી દિકરી સોલાપુરથી ચૂંટણી લડે. આ મારી ઇચ્છા છે અને આ અંગે મેં પક્ષને પણ જાણ કરી છે.
તેમણે કહ્યું કે, આખરે તો આ અંગેનો નિર્ણય ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દિલ્હીમાં પાર્ટીના હાયકમાન્ડ લેશે કે કોણ ચૂંટણી લડશે કારણ કે દરેક જણ એક ખાસ બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરે છે.