વર્સોવા ડિસેલિનેશન પ્રોેજેક્ટના ટેન્ડરની મુદતમાં વધારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી મેળવવા માટે વર્સોવા દરિયા કિનારા પર ડિસે૩૩૩૩લિનેશનનો પ્રોજેક્ટ ઊભો કરવાના પ્લાન્ટ માટે ટેન્ડર સબમીટ કરવાની સમયમર્યાદાને બે મહિનાની મુદત વધારવામાં આવી છે.
આ ટેન્ડર પ્રક્રિયામાં સાત મોટી કંપનીઓએ રસ દર્શાવ્યો હોઈ કંપનીની માગણી મુજબ આ ટેન્ડર પ્રક્રિયાને નવેમ્બર સુધીની મુદત વધારી આપવામાં આવી છે.
આપણ વાંચો: નાહુર બર્ડ પાર્કના ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સામે સુધરાઈએ કર્યો આ દાવો…
મનોરી કરતા વર્સોવાના પ્રોજેક્ટમાં પાલિકાએ અલગ શરતો રાખી છે. આ પ્રોજેક્ટમાં મુંબઈ મહાનગરપાલિકા એક પણ રૂપિયાનો ખર્ચ કરવાની નથી પણ પ્રોજેક્ટમાં મળનારું પાણી પાલિકા વેચાતું લેવાની છે. ૨૦૦ મિલ્યન લિટર ક્ષમતાના પ્રોજેક્ટ માટે પાલિકાએ ૨૬ જુલાઈના રોજ કંપનીઓને આમંત્રી હતી. આ પ્લાન્ટ સાત એકરના પ્લોટ પર ઊભો કરવામાં આવવાનો છે.
ડિઝાઈન, બિલ્ડ, ફાઈનાન્સ, ઓપરેટર અને ટ્રાન્સફર મૉડલ હેઠળ વિકસાવવામાં આવનારા આ પ્રોજેક્ટમાં અનેક મોટી કંપનીઓએ રસ દર્શાવ્યો હતો. બિડરોએ સબમિટ કરતા પહેલા પ્રોજેક્ટની વિશિષ્ટતાઓનો અભ્યાસ કરવા માટે વધુ સમય માંગ્યો હતો.
એ બાદ બિડરોની વિનંતીને ધ્યાનમાં રાખીને ટેન્ડર સબમીટ કરવાની અંતિમ તારીખ નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. એક વખત આ પ્રોજેક્ટ ચાલુ થયા બાદ પાલિકા પસંદ કરેલી કંપનીને પ્રતિ કિલોલીટર પાણી માટે ચુકવણી કરશે.