Top Newsઆમચી મુંબઈ

ટાટા ટ્રસ્ટમાં મતભેદો વચ્ચે વેણુ શ્રીનિવાસનને આજીવન ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરાયા…

મુંબઈ: ટાટા ટ્રસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટાટા ટ્રસ્ટ દ્વારા સર્વાનુમતે વેણુ શ્રીનિવાસનને આજીવન ટ્રસ્ટી તરીકે ફરીથી નિયુક્ત કર્યા છે. ત્યારે હવે બધાની નજર મેહલી મિસ્ત્રીના પુનઃનિયુક્તિના નિર્ણય પર ટકી છે.

ટાટા ટ્રસ્ટમાં વિભાજનના અહેવાલો

જેમાં મહત્વની બાબત એ છે કે શ્રી નિવાસનનો કાર્યકાળ 23 ઓક્ટોબરે સમાપ્ત થવાનો હતો. જે પહેલા આ અઠવાડિયે તેમની પુનઃનિયુક્તિને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય ટાટા ટ્રસ્ટમાં વિભાજનના અહેવાલો વચ્ચે આવ્યો છે, જેમાં એક જૂથ રતન ટાટાના નિધન પછી ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળનાર નોએલ ટાટા સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. જયારે બીજા જૂથમાં ભૂતપૂર્વ ઉદ્યોગપતિના વફાદાર લોકોનો સમાવેશ થાય છે.

મેહલી મિસ્ત્રીની પુનઃનિયુક્તિ પર ધ્યાન

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટીવીએસ ગ્રુપના માનદ ચેરમેન તરીકે શ્રીનિવાસનની પુનઃનિયુક્તિ સર્વસંમતિથી થઈ હતી. જયારે ટાટા ટ્રસ્ટ દ્વારા આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. હવે બધાનું ધ્યાન મેહલી મિસ્ત્રીની પુનઃનિયુક્તિ પર કેન્દ્રિત છે. જેમનો કાર્યકાળ 28 ઓક્ટોબરે સમાપ્ત થાય છે. તેમનો કાર્યકાળ અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. ટાટા ટ્રસ્ટ 156 વર્ષ જૂના ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં 66 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં લગભગ 400 કંપનીઓનો સમાવેશ થાય છે. જેમાં 30 લિસ્ટેડ કંપનીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો…ટાટા ટ્રસ્ટમાં વિખવાદ! અમિત શાહ-નિર્મલા સીતારમણ સાથે બેઠક, જરૂરી તમામ પગલાં લેવા સૂચન!

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button