આમચી મુંબઈ

મુંબઈના એન્ટ્રી પોઈન્ટ પર થશે વાહનોની ધુલાઈ

પ્રદૂષણને ડામવા પાલિકા સજ્જ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પ્રદૂષણ મુક્ત કરવા અને હવાની ગુણવત્તાનો સ્તર ૧૦૦ની નીચે લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૭ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડ્યા બાદ હવે દિવાળીના તહેવારની ઊજવણી ફટાકડા મુક્ત કરવાની અપીલ મુંબઈગરાને કરી છે. એ સાથે જ મુંબઈમાં ધૂળને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈના એન્ટ્રી પોઈન્ટ પર વાહનોની સફાઈની સાથે જ મુંબઈના રસ્તાને દરરોજ ધોવાની સાથે જ શહેરમાં ડમ્પિંગ ગ્રાઉન્ડથી લઈને રસ્તા પર ગમે ત્યાં આગ લગાડનારાઓ પર નજર રાખવા સ્પેશિયલ સ્કવોડ નીમવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું.
મુંબઈ છેલ્લા થોડા દિવસથી પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે ત્યારે બુધવારે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું કે ધૂળનું પ્રમાણ ઘટાડવા માટે મુંબઈ બહારથી આવતા વાહનોની મુંબઈના એન્ટ્રી પોઈન્ટ પર જ સફાઈ કરવાની યોજના છે. મુંબઈની બહારથી રોજના લાખો વાહનો મુંબઈમાં પ્રવેશ કરે છે અને તે વાહનો પોતાની સાથે જ ધૂળ લઈને મુંબઈમાં પ્રવેશ કરે નહીં તે માટે મુંબઈના દહિસર, મુલુંડ, માનખુર્દ, ઐરોલી જેવા એન્ટ્રી પોઈન્ટ પર જેટ પ્રેશર મશીન બેસાડવાનો વિચાર છે, જે વાહનોના પૈડામાં ચોટેલી ધૂળ સહિત વાહન ઉપર રહેલી ધૂળને સાફ કરશે. તેમ જ મોડી રાતે શહેરમાં પ્રવેશતા વાહનોને લઈને પણ સાવચેતી રાખવાની જરૂર છે. તેથી પાલિકા જેટ સ્પ્રેયર્સ પણ લાગુ કરવાની યોજના બનાવી રહી છે.
કમિશનરે વધુમાં કહ્યું હતું કે દિલ્હીની માફક હજી સુધી મુંબઈમાં ઍર પોલ્યુશનને કારણે પરિસ્થિતિ એટલી ગંભીર થઈ નથી કે ગ્રેડેડ રિસ્પોન્સ ઍક્શન પ્લાન (ગે્રપ)ને અમલમાં મૂકવો પડે. જોકે આગામી દિવસોમાં તેની જરૂરિયાત પડી શકે છે. મુંબઈનો હાલમાં ઍર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ)નો સ્તર ૧૦૦થી ૨૦૦ની વચ્ચે છે, છતાં સુધરાઈનું લક્ષ્ય ૧૦૦નો સ્તર જાળવી રાખવાનો રહેશે.
નિષ્ણાતોના મતે જોકે ગ્રેપ લાવવાનું યોગ્ય રહેશે. ભારતીય હવામાન ખાતું વરસાદની ચેતવણી માટે પીળો, ઓરેન્જ, લાલ જેવા ઍલર્ટ આપે છે. જયારે રેડ ઍલર્ટ હોય ત્યારે મોટાભાગના લોકો પ્રવાસ કરવાનું ટાળે છે. મુંબઈમાં પણ પ્રદૂષણના પ્રકરણમાં આવી સિસ્ટમ હોવી આવશ્યક છે, જેથી નાગરિકો પણ ઍર પોલ્યુશન લઈને શું સાવચેતી રાખવી તેનાથી માહિતીગાર રહી શકે છે.
મુંબઈમાં પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે પાલિકાએ અનેક ઉપાયયોજના આગામી દિવસમાં અમલમાં મૂકવાની હોવાનું જણાવતા પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું કે આગામી દિવસોમાં મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ૧૦૦ની આસપાસ જળવાઈ રહે અને તેનાથી પણ નીચે લાવવાના પ્રયાસ કરવામાં આવવાના છે, તે માટે પાલિકાએ અમલમાં મૂકેલી ૨૭ નિયમો સાથેની ગાઈડલાઈનનું ચુસ્ત રીતે પાલન કરાવવાની સાથે જ અનેક યોજનાને અમલમાં મૂકવાના છીએ.

મુંબઈના રસ્તા દરરોજ ધોવાશે
મુંબઈમાં મોટી સંખ્યામાં બાંધકામ ચાલી રહ્યા છે, તેેને કારણે ધૂળ પણ ભારે માત્રામાં ઊડી રહી છે. તેથી મુંબઈના મુખ્ય રસ્તાઓ અને ભારે ટ્રાફિક રહેતા હોય તેવા રસ્તાઓ થતા ફૂટપાથને ધોવાનું ચાલુ કરવામાં આવ્યું છે. મુંબઈમાં કુલ ૨૦૫૦ કિલોમીટર લંબાઈના રસ્તા છે અને પાલિકાની દરરોજ ૬૦૦ કિલોમીટર જેટલા રસ્તાને સાફ કરવાની યોજના છે. દર ત્રીજા દિવસે એજ રસ્તો ફરી ધોવાઈ એ રીતની યોજના અમલમાં મૂકવામાં આવી છે. રસ્તાની રોજ સફાઈ થશે તો ધૂળ પણ સાફ થશે.

રાતના ૧૦ વાગ્યા બાદ ફટાકડા
ફોડ્યા તો આવી બનશે
પ્રદૂષણનું સ્તર દિવાળીને તહેવારમાં કથળી જાય નહીં તે માટે પાલિકાએ કમર કસી છે. દિવાળી દરમિયાન મોટી માત્રામાં ઝેરી ધુમાડો છોડનારા ફટાકડા ફોડવામાં આવતા હોય છે અને તેને કારણે પ્રદૂષણના સ્તરમાં હજી વધારો થાય છે. તેથી પાલિકા કમિશરને લોકોને પ્રદૂષણ મુક્ત દિવાળી ઉજવવાની અપીલ કરી હતી. એ સાથે જ તેમણે કહ્યું હતું કે મુંબઈમાં દિવાળી દરમિયાન રાતના સાતથી દસ વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી રહેશે અને ત્યારબાદ ફટાકડા ફોડનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. લોકો આપેલી સમય મુદતમાં જ ફટાકડા ફોડે તે જોવાની જવાબદારી મુંબઈ પોલીસની રહેશે. રાતના દસ વાગ્યા બાદ ફટાકડા ફોડનારા સામે ગુનો પણ નોંધાશે.

ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આગ પર નજર રાખવા રાઉન્ડ ધ ક્લોક માર્શલ
પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે ત્યારે શહેરમાં રસ્તા પર ગમે ત્યાં લોકોને કચરામાં આગ લગાવતા રોકોવા તેમ જ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આગ લગાવતી રોકવા માટે અઠવાડિયાના સાતે દિવસ ૨૪ કલાક માટે સ્પેશિયલ માર્શલ તેમ જ રાતના સમયમાં ગમે ત્યાં કોઈ કાટમાળ ફેંકીને જાય નહીં તેના પર નજર રાખવા માટે ૫૦૦ જેટલા માર્શલ તહેનાત કરવામાં આવવાના છે.

તલોજામાં પ્રદૂષણ ફેલાવતાં યુનિટ બંધ કરો
મુંબઈની નજીક આવેલા તલોજાની એમઆઈડીસીમાં મોટી માત્રામાં કેમિકલ ફેકટરી સહિત ઉદ્યોગધંધા આવેલા છે. તલોજા મુંબઈની નજીક છે અને ત્યાના કારખાનાને કારણે પ્રદૂષણ થતું હોય તે હવાથી ફેલાઈને મુંબઈ આવી શકે છે અને મુંબઈના વાતાવરણને નુકસાન થઈ શકે છે, તેથી પ્રદૂષણ ફેલાવતા કારખાનાને બંધ કરવાની નોટિસ આપવાની વિનંતી એમઆઈડીસીને કરવામાં આવી હોવાનું કમિશનરે કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે