વસઈ-વિરારમાં રિંગ રોડ માટે નવેસરથી પ્રસ્તાવ તૈયાર કરો: મુખ્ય પ્રધાન...
આમચી મુંબઈ

વસઈ-વિરારમાં રિંગ રોડ માટે નવેસરથી પ્રસ્તાવ તૈયાર કરો: મુખ્ય પ્રધાન…

પ્રાથમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને શક્ય તેટલી વહેલી તકે મહાનગરપાલિકાને ટ્રાન્સફર કરો: મીરા-ભાયંદરમાં બધા મુખ્ય રસ્તા સિમેન્ટ કોંક્રિટના બનાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુખ્ય પ્રધાને મુંબઈની પાડોશમાં આવેલા મીરા-ભાયંદર અને વસઈ-વિરાર વિસ્તારમાંં વિકાસ કામોની સમીક્ષા બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યા હતા. વસઈ-વિરાર વિસ્તાર ઝડપથી વિકાસ પામી રહ્યો છે અને આ વિસ્તાર માટે રિંગ રોડનો નવો પ્રસ્તાવ તૈયાર કરવો જોઈએ, જિલ્લા પરિષદના અધિકારક્ષેત્ર હેઠળ આવતી પ્રાથમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને શક્ય તેટલી વહેલી તકે મહાનગરપાલિકાને ટ્રાન્સફર કરવા જોઈએ, મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા તમામ કામોનું આયોજન ચોક્કસ સમયમર્યાદામાં પૂરું કરવું જોઈએ એવા નિર્દેશ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપતાં બુધવારે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા અને ગૃહ વિભાગે આગામી એક મહિનાની અંદર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા બધા જ અનધિકૃત બાંધકામો પર કાર્યવાહી કરવી.

ફડણવીસ વસઈ વિધાનસભા મતવિસ્તારના મુદ્દાઓ અંગેની બેઠકમાં બોલી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરતી વખતે, વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશને સમયબદ્ધ કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ અને આરોગ્ય, રસ્તાઓ, પુલ, પરિવહન, આવાસ પ્રોજેક્ટ્સના બાકી રહેલા કામો સહિત તમામ વિભાગોમાં કામોને પ્રાથમિકતા આપવી જોઈએ અને નિર્ધારિત સમયગાળામાં કામો પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નગર વિકાસ વિભાગે મ્યુનિસિપલ વિસ્તારમાં જે રસ્તાઓ માટે જગ્યા ઉપલબ્ધ છે તેના માટે ભંડોળનું વિતરણ કરવું જોઈએ. મ્યુનિસિપલ વિસ્તારમાં રસ્તાઓ કોંક્રિટના બનાવવા જોઈએ, એમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.

દમિયાન મીરા-ભાયંદર વિધાનસભા મતવિસ્તારના મુદ્દાઓ અંગે વિધાન ભવનમાં આયોજિત બેઠકમાં તેમણે કહ્યું હતું કે કાશીગાંવ મેટ્રો સ્ટેશનથી કાશીમિરા નાકા સુધીના વાય આકારના પુલો તેમજ મીરાગાંવથી કાશીગાંવ મેટ્રો સ્ટેશન, જે મેટ્રો લાઇન સાથે છે, તેમને મુખ્ય પુલ સાથે જોડવાનું કામ ઝડપી બનાવવું જોઈએ. ઉપરાંત, મીરા-ભાયંદર શહેરમાં આવેલા મુખ્ય રસ્તાને અને કાશીમિરા નાકાથી રેલ્વે ફાટક સુધીનો રસ્તો સિમેન્ટ કોંક્રિટનો બનાવવો જોઈએ.

ફડણવીસે જણાવ્યું હતું કે મીરા રોડ વિસ્તારમાં વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને, એક નવી રાશન વિતરણ કચેરી બનાવવામાં આવશે અને સબ-રજિસ્ટ્રાર કચેરી બનાવવા માટે 35 જગ્યાઓ બનાવવા માટે દરખાસ્ત મોકલવી. જો શાળાઓ માટે અનામત રાખવામાં આવેલી જગ્યાઓ અથવા અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય, તો કામ તાત્કાલિક બંધ કરવું જોઈએ.

ભાયંદર-દહિસર લિંક રોડ, ભાયંદર પૂર્વ જેસલપાર્ક-ઘોડબંદર રોડ, સૂર્યા ડેમથી મીરા-ભાયંદર શહેરની પાણી પુરવઠા યોજનાના કામો, મીરા-ભાયંદર શહેરમાં પ્રસ્તાવિત ક્લસ્ટરની યોજનાઓ, ખતરનાક ઇમારતોના પુનર્વિકાસ માટે છૂટછાટો, મીરા-ભાયંદર નગરપાલિકાના પરિવહન વિભાગને એસટી નિગમની ખાલી જમીન આપવી વગેરે મુદ્દાઓ પર વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button