આમચી મુંબઈ

વસઈ-વિરારમાં 18 ભૂસ્ખલન-સંભવિત વિસ્તારો, ઘણી ચેતવણીઓ અને સૂચનાઓ છતાં, રહેવાસીઓનો જગ્યા ખાલી કરવાનો ઇનકાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન (વીવીએમસી) એ ચોમાસાની ઋતુ દરમિયાન કોઈપણ દુર્ઘટનાને રોકવા માટે પ્રદેશના 18 ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોના રહેવાસીઓને ખાલી કરવાની નોટિસ જારી કરી છે. અહીંના રહેવાસીઓ મુખ્યત્વે મજૂરો અને ઓછા પગારવાળા ફેક્ટરીના કામદારો છે જેમને બીજે ક્યાંય જવા માટે જગ્યા નથી એમ કહીને ખાલી કરવાનો ઇનકાર કરી રહ્યા છે.

પ્રદેશના અનેક ઓડિટ પછી પાલિકાના અધિકારીઓએ આ 18 ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોની ઓળખ કરી છે જેમાં મોરેગાંવ, અચોલે, પડખડપાડા, પંચ અંબા, શિરડી નગર, કાજુ પાડા, નિલેગાંવ, વલાઈ પાડા, નવજીવન, સાતીવલી ખિંડ, વાઘરાલ પાડા, રાજાવલી, વાઘરલ પાડા વસઈ, નાલાસોપારા અને વિરારમાં નાકા, કુંડા પાડા, સાતીવલી, જાનકી પાડા, ગોખિવરે, એલન પાડા, વગેરેનો સમાવેશ થાય છે.

આ વિસ્તારોમાં વરસાદની મોસમમાં ભેખડો ધસી પડવાને કારણે લોકોએ અગાઉ પણ જીવ ગુમાવ્યા છે જેનો અમે વર્ષોથી અભ્યાસ કર્યો છે. આમાંના ઘણા સ્થળોએ જોખમી વિસ્તારોમાં ગેરકાયદેસર અતિક્રમણ અને વસાહતો આવેલી છે એમ પાલિકાના અધિકારી સદાનંદ પુરવે જણાવ્યું હતું.

ભૂસ્ખલન ગ્રસ્ત વિસ્તારોમાં આ રહેવાસીઓની સલામતી માટે ઓટો-રિક્ષાઓ પર મેગાફોન અને બેનરોનો ઉપયોગ કરીને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અમે લોકોને આ વિસ્તારો છોડી દેવા અથવા વરસાદ દરમિયાન સાવધ રહેવાનું આવ્હાન કર્યું છે, એમ પણ તેમણે કહ્યું હતું.

ઘણી ચેતવણીઓ અને સૂચનાઓ આપ્યા છતાં રહેવાસીઓએ તેમની જગ્યા ખાલી કરવાનો ઇનકાર કર્યો છે અને સરકારને તેમની સલામતી સુનિશ્ર્ચિત કરવા પગલાં લેવા જણાવ્યું છે. અમારી પાસે જવા માટે બીજી કોઈ જગ્યા નથી. જો સરકાર જાણતી હતી કે બાંધકામ ગેરકાયદેસર છે તો તેઓએ અહીં આ મકાનોના વેચાણની મંજૂરી ન આપવી જોઈતી હતી એમ બોરીવલીમાં કેબલ ટેકનિશિયન તરીકે કામ કરતા વિક્રમ થાપાએ જણાવ્યું હતું.

આ વિસ્તારના એક કાર્યકર સ્વપ્નિલ ડી’કુન્હાએ કહ્યું કે તેમણે વીવીએમસીને જંગલની જમીન પર ગેરકાયદે બાંધકામ રોકવા અંગે પત્ર લખ્યો હતો અને મહેસૂલ સત્તાવાળાઓને પંચનામા કરવાની વિનંતી કરી હતી, પરંતુ કશું થયું નહોતું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભૂમાફિયાઓ પહાડી વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો કરી રહ્યા છે, જેના પર ધ્યાન આપવામાં આવતું નથી, જેના કારણે તે સ્થળોએ ભૂસ્ખલનના જોખમો વધી રહ્યા છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત