આમચી મુંબઈ

વસઈમાં રેલવે બ્રિજ નીચે મિત્રની હત્યા કરી મૃતદેહ સળગાવ્યો: બેની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંગત અદાવતમાં મિત્રની કથિત હત્યા કરી મૃતદેહ સળગાવવામાં આવ્યો હોવાની વસઈ રેલવે સ્ટેશન બ્રિજ નીચે બનેલી ઘટનામાં પોલીસે બે જણની ધરપકડ કરી હતી.

પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ અંકિત રામ ટેનીરામ (25) અને બબલુ ચન્ના રૉય (36) તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા બન્ને આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

વસઈ રેલવે પોલીસનાં સિનિયર ઈન્સ્પેક્ટર અનઘા સાતવસેએ જણાવ્યું હતું કે વસઈ સ્ટેશન બ્રિજ નીચે આગ લાગી હોવાની માહિતી પોલીસ કંટ્રોલ રુમને મળી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચતાં શખસનો મૃતદેહ બળેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી તપાસ હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો :Election: કોંગ્રેસને નવી મુંબઈમાંથી ફટકો, પૂર્વ ડેપ્યુટી મેયર ભાજપમાં જોડાયા

તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળ નજીક લોહીના ડાઘ મળી આવ્યા હતા. એ સિવાય, સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં ત્રણથી ચાર શકમંદો શંકાસ્પદ ગતિવિધિ કરતાં નજરે પડ્યા હતા. શંકાને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી શકમંદોની શોધ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ટેક્નિકલ અભ્યાસની મદદથી બે શકમંદ ટેનીરામ અને રૉયને શનિવારે વસઈ પરિસરમાંથી તાબામાં લેવાયા હતા. પૂછપરછમાં આરોપીઓએ મૃતકની ઓળખ રાજ મારવાડી (40) તરીકે આપી હતી. ભંગારની વસ્તુઓ વીણનારા મારવાડીનો મિત્ર પ્રકાશ મોરવાલ ઉર્ફે ચાચા સાથે વિવાદ થયો હતો. રોષમાં આવી ચાચાએ રાતના સમયે મારવાડીની હત્યા કરી હતી. બાદમાં અન્ય આરોપીઓની મદદથી મૃતદેહને સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ચાચાની શોધ ચલાવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button