આમચી મુંબઈ

વસઈ-ભાયંદર રો રો સર્વિસ મંગળવારથી શરૂ

વસઈ/પાલઘર: વસઈ-ભાયંદર રો રો સેવાની શરૂઆત વિવિધ ટૅક્નિકલ સમસ્યાઓના કારણે છેલ્લા એક અઠવાડિયાથી વિલંબિત થઈ હતી. હવે આમાંથી રસ્તો કાઢીને મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ મંગળવારથી આ સેવા શરૂ કરશે. હાલમાં, રો-રો પેસેન્જર સેવા પ્રાયોગિક ધોરણે ઓફર કરવામાં આવશે. ફેરી બોટની ક્ષમતા ૩૩ વાહનો અને ૧૦૦ મુસાફરોની હશે. આ બોટને કેન્દ્ર સરકારની સાગરમાલા યોજનામાંથી પરવાનગી મળી છે અને જેટીનું તમામ કામ મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. આ સેવા ૧૩ ફેબ્રુઆરીથી શરૂ થવાની હતી. જે બાદ ૧૬ ફેબ્રુઆરીથી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, ટેકનિકલ
મુશ્કેલીના કારણે સતત બે વખત ઉદ્ઘાટન રદ કરવું પડ્યું હતું. હવે આ સેવા મંગળવાર ૨૦ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. મેરીટાઇમ બોર્ડે જણાવ્યું હતું કે ફેરીની સલામત અને સરળ સફર, જેટી અને બોટમાંથી મુસાફરો અને વાહનોની સરળ અવન-જાવન અને યોગ્ય નૌકા માર્ગની ખાતરી કર્યા પછી, આ ફેરી સેવાનો ઉદ્ઘાટન સમારંભ ઔપચારિક રીતે કરવામાં આવશે.

વસઈથી ભાયંદર સુધી ટ્રાફિકની ભીડનો સામનો કરી રહેલા રોડ માર્ગે મુસાફરી કરતા લોકોને સમય અને ઈંધણની બચત, પ્રદૂષણ મુક્ત, પર્યાવરણને અનુકૂળ અને આરામદાયક જળ પરિવહન સેવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવશે. આથી મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. માનિક ગુરસાલે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે આ સેવા ચોક્કસપણે લોકો માટે રાહતરૂપ બની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button