આમચી મુંબઈમનોરંજન

Varun Dhawanએ કેમ કરી Mumbai Policeના વખાણ?

બોલીવૂડ એક્ટર વરુણ ધવન (Bollywood Actor Varun Dhawan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેણે આજે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વરુણે પોતાના એકાઉન્ટ પર રસ્તા પર આગ લાગવાની એક ઘટનાની ક્લિપ શેર કરી છે અને જણાવ્યું હતું કે એ સમયે હું ત્યાં જ હાજર હતો અને પોલીસના કામ કરવાની પેટર્નથી ખૂબ જ ઈમ્પ્રેસ થઈ ગયો હતો.

આ વીડિયો એક્ટરે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. આ વીડિયો ખુદ વરુણ ધવને બનાવ્યો હતો. એટલું જ નહીં પણ તેણે પોલીસના ક્વીક એક્શનની પ્રશંસા કરી હતી. વરુણે આ વીડિયોની કેપ્શનમાં લખ્યું છે મુંબઈની રાત, મુંબઈ પોલીસ હંમેશા ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કન્ટ્રોલ મેળવવાનો પ્રયાસ કરે છે. જોઈને સારું લાગે છે.

વરુણે પોતાની પોસ્ટમાં આગળ એવું પણ લખ્યું હતું કે સદ્ભાગ્યે હું એ જગ્યા પરથી જલદી બહાર નીકળી આવ્યો. વરુણ ધવને શનિવારે પોતાના મિત્ર અને બોલીવૂડ એક્ટર અર્જુન કપૂર સાથે વિતાવી હતી. એટલું જ નહીં બંને એક્ટરનો ક્રિકેટ રમતો વીડિયો પણ શેર કર્યો છે. ફિલ્મ મેકર ડેવિડ ધવને વરુણને જણાવ્યું હતું શાનદાર ક્રિકેટ મેચ હતી. સાચુ કહું તો અર્જુને મને પણ આઉટ કર્યો હતો.

આ પણ વાંચો : Ulajh Trailer: જ્હાન્વી કપૂરનો અલગ અવતાર, ટ્રેલર ઈમ્પ્રેસિવ, પિક્ચર અભી બાકી હૈ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વરુણ ધવન છેલ્લે ફિલ્મ બવાલમાં જોવા મળ્યો હતો, જેમાં તેની સાથે જ્હાન્વી કપૂર પણ જોવા મળી હતી. વરુણ પાસે હાલમાં અનેક પ્રોજેક્ટ્સ છે અને તેની ફિલ્મો રીલિઝ થવા તૈયાર છે, જેમાં ફિલ્મ બેબી જાનનો સમાવેશ પણ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button