વંદે માતરમ: ભાજપનું અબુ આઝમીના ઘર બહાર વિરોધ પ્રદર્શન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ અને વિધાનસભ્ય અબુ આઝમીએ શહેર ભાજપ પ્રમુખ અને વિધાનસભ્ય અમિત સાટમ દ્વારા તેમના નિવાસસ્થાન નજીક ‘વંદે માતરમ’ના સામૂહિક પઠન માટે આમંત્રણ નકાર્યા બાદ ભાજપના કાર્યકરોએ શુક્રવારે તેમના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું.
રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર અને રાજ્યના પ્રધાન મંગલ પ્રભાત લોઢા સહિત ભાજપના નેતાઓ પક્ષના કાર્યકરો સાથે બાંદ્રામાં આઝમીના ઘરની બહાર એકઠા થયા અને રાષ્ટ્રગીતનું પઠન કર્યું. પત્રકારો સાથે વાત કરતા, આઝમીએ કહ્યું કે શરિયામાં માનતા મુસ્લિમો બીજા કોઈને અલ્લાહ સાથે સરખાવી શકશે નહીં.
આપણ વાચો: રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ: જાણો ‘આનંદ મઠ’ ફિલ્મ અને ગીતની ગૌરવગાથા
ભાજપને ભારત જલાઓ પાર્ટી ગણાવતા આઝમીએ કહ્યું, ‘તેઓ નફરતના ઉપાસક છે અને ધર્મના આધારે દેશને વિભાજીત કરવા માંગે છે.’ ‘તેઓ મુસ્લિમોને દબાવવા અને નબળા પાડવા માગે છે. શું હું બીજાઓને નમાઝ પઢવાનું કહીશ? મુસ્લિમો ફક્ત અલ્લાહની પૂજા કરે છે, જમીન અને સૂર્યની નહીં,’ એમ તેમણે ઉમેર્યું હતું.
ભાજપે સાતમી નવેમ્બર, 2025થી 7 નવેમ્બર, 2026 સુધી વર્ષભર ચ ાલનારા રાષ્ટ્રવ્યાપી સ્મારકના ઔપચારિક પ્રારંભ પ્રસંગે વંદે માતરમનું ગાન કર્યું હતું. – જે ભારતના સ્વતંત્રતા ચળવળને પ્રેરણા આપતી અને રાષ્ટ્રીય ગૌરવ અને એકતાને જગાડતી કાલાતીત રચનાના 150 વર્ષની ઉજવણી છે.
આ ગીત બંકિમચંદ્ર ચેટરજી દ્વારા 7 નવેમ્બર 1875ના રોજ અક્ષય નવમીના પ્રસંગે લખવામાં આવ્યું હતું. આ ગીત સૌપ્રથમ ‘બંગદર્શન’માં ચેટરજીની નવલકથા, ‘આનંદમઠ’ના ભાગ રૂપે પ્રકાશિત થયું હતું.



