હાથણી માધુરીને પાછી લાવવા માટે મહા સરકારની અરજીને વનતારા સમર્થન આપશે: મુખ્ય પ્રધાન...

હાથણી માધુરીને પાછી લાવવા માટે મહા સરકારની અરજીને વનતારા સમર્થન આપશે: મુખ્ય પ્રધાન…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: જામનગરમાં સ્થિત પ્રાણી પુનર્વસન કેન્દ્ર, વનતારાએ મહારાષ્ટ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં હાથણી માધુરીને કોલ્હાપુરના એક મઠમાં પરત લાવવાની અરજીને સમર્થન આપવાની તૈયારી દાખવી છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું.

‘આજે મુંબઈમાં મેં વનતારાની ટીમ સાથે વ્યાપક ચર્ચા કરી હતી. સારા સમાચાર એ છે કે તેમણે મને ખાતરી આપી છે કે તેઓ ‘માધુરી’ હાથણીને મઠમાં સરળતાથી પાછા લાવવા માટે માનનીય સુપ્રીમ કોર્ટ સમક્ષ મહારાષ્ટ્ર સરકારની અરજીમાં જોડાવા માટે તૈયાર છે,’ એમ ફડણવીસે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું.

નંદની ખાતે શ્રી જિનસેન ભટ્ટાર્ક પટ્ટાચાર્ય મહાસ્વામી જૈન ‘મઠ’ સાથે ત્રણ દાયકાથી વધુ સમયથી રહેતી 36 વર્ષની માધુરીને ગયા અઠવાડિયે કોર્ટના ચુકાદા બાદ વનતારા જામનગર પુનર્વસન સુવિધામાં ખસેડવામાં આવી હતી, જેના કારણે કોલ્હાપુરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા.

હજારો લોકોએ રવિવારે કોલ્હાપુરમાં એક મૌન કૂચમાં ભાગ લીધો હતો, જેમાં એવી માગણી કરવામાં આવી હતી કે માધુરી (જેને મહાદેવી પણ કહેવામાં આવે છે)ને પાછી લાવવામાં આવે. ફડણવીસે તેમની એક્સ પરની પોસ્ટમાં એવી પણ માહિતી આપી હતી કે વનતારાની ટીમ નંદની નજીક હાથી માટે પુનર્વસન કેન્દ્ર બનાવવા માટે તૈયાર છે.

છત્રપતિ સંભાજીનગરના વૈજાપુર ખાતે પત્રકારો સાથે વાત કરતા, ફડણવીસે કહ્યું હતું કે નંદની મઠની પરિઘ પર હાથી માટે એક બચાવ કેન્દ્ર બનાવવામાં આવશે, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત હાઈ-પાવર્ડ સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવશે.
‘અમે વનતારાના લોકો સાથે પણ વાત કરી છે અને આ માટે તેમનો ટેકો માગ્યો છે. તેઓ તેના માટે સહમત થયા છે,’ એમ મુખ્યપ્રધાને કહ્યું હતું.

એક એનજીઓ દ્વારા વન વિભાગ અને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિને તેના બગડતા સ્વાસ્થ્ય અને માનસિક વેદના અંગે ફરિયાદ કર્યા બાદ, બોમ્બે હાઈકોર્ટે 16મી જુલાઈના રોજ માધુરીને વનતારાના સુવિધા કેન્દ્રમાં પુનર્વસન કરવાનો આદેશ આપ્યો હતો. મઠે તેને પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે 25 જુલાઈએ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો.

આ પણ વાંચો…કોલ્હાપુર નજીક ‘માધુરી’ માટે પુનર્વસન કેન્દ્રનો વનતારાનો પ્રસ્તાવ

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button