`રેબિસમુક્ત મુંબઈ ‘ ઝુંબેશ હેઠળ 14,191 રખડતા પાણીઓનું રસીકરણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના રખડતાં પ્રાણીઓનું રસીકરણ તેમ જ રેબિસમુક્ત મુંબઈ ' કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી હતી, જે હેઠળ કુલ 14,191 રખડતાં પ્રાણીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં 9,493 શ્વાન અને 4,698 બિલાડીઓનો સમાવેશ થાય છે. મુંબઈ મહાનગરપાલિકાએ છ વિભાગમાં રેબિસ રસીકરણ ઝુંબેશ અમલમાં મૂકી હતી. દહીસર, બોરિવલી, કાંદિવલી, મલાડ, પવઈ, કાંજૂરમાર્ગ, ભાંડુપ, નાહૂર અને મુલુંડ આ ગીચ લોકવસતી ધરાવતા પરિસરમાં આ ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ તેમ જ મત્સ્યપાલન અને પશુસંવર્ધન વિભાગે સંયુક્ત રીતે 2023 સુધી રખડતાં પ્રાણીઓ ખાસ કરીને શ્વાનથી થનારા રેબિસ રોગના નિર્મૂલન માટે નેશનલ એક્શન પ્લાન નક્કી કર્યો છે, જે હેઠળ પાલિકાએ
રેબિસમુક્ત મુંબઈ’ કરવાના ઈરાદે મિશન રેબિસ તેમ જ વર્લ્ડવાઈડ વેટરનરી સર્વિસેસ સંસ્થા સાથે કરાર કર્યા છે. આ ઉપક્રમ માટે બંને સંસ્થા નિ:શુલ્ક સેવા આપવાની છે.
રખડતાં પ્રાણીઓને રેબિસ આ રોગ થાય નહીં તેમ જ તેમનાથી નાગરિકોને ત્રાસ થાય નહીં તે માટે તેમને રેબિસની વૅક્સિન આપવાની આવશ્યકતા છે. રખડતાં પ્રાણીઓનું રસીકરણ કરવાનો ઉપક્રમ પહેલાથી ચાલુ છે. આ ઉપક્રમ હેઠળ જ `વર્લ્ડ રેબિસ ડે’ નિમિત્તે 29 સપ્ટેમ્બરથી 10 ઑક્ટોબર, 2023 સુધીના સમયગાળામાં આ ઝુંબેશ અમલમાં મૂકી હતી. રસીકરણ ઝુંબેશ માટે કુલ 15 ટીમ તહેનાત કરવામાં આવી હતી.
પાળેલા પ્રાણીનું રસીકરણ કરાવો
મુંબઈના નાગરિકોને તેમનાં પાળેલાં શ્વાનને રેબિસ પ્રતિબંધક રસીકરણ કરાવી લેવાની અપીલ પાલિકાએ કરી છે. તેમ જ પાળેલાં શ્વાનની નોંધણી કરાવી ન હોય તો પાલિકાની વેબસાઈટ વાિિંંત://ાજ્ઞફિિંહ.ળભલળ.લજ્ઞદ.શક્ષ પર જઈને નોંધણી કરાવીને શ્વાનનું લાઈસન્સ લેવાની અપીલ પણ પાલિકાએ કરી છે.