વિઝા ઇન્ટરવ્યૂની લાંબી કતારો ઘટાડવા યુ.એસ. કોન્સ્યુલેટ રજાના દિવસે ચાલુ રખાઈ
મુંબઈ: વિઝા ઇન્ટરવ્યુની રાહ જોવાનો સમય ઘટાડવા માટે યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ, મુંબઈએ નવ માર્ચ, 20204ના શનિવારના (નિયમિત રજાનો દિવસ) રોજ પણ પોતાની ઓફિસ ચાલુ રાખીને સુપર સેટરડે'ની ઉજવણી કરી હતી. ઉપરાંત સંયોગવશાત અમેરિકામાં ઉજવાતા
મહિલા ઇતિહાસ મહિના’માં આ ઝુંબેશ રાખવામાં આવી હતી. આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે યુએસ કોન્સ્યુલેટ જનરલ, મુંબઈએ ઓફિસ ચાલુ રાખીને ભારતીય પ્રવાસીઓ તરફ પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કોન્સ્યુલેટ જનરલે માઈક્રો બ્લોગીંગ સાઈટ એક્સ પર લખ્યું હતું કે “આ સુપર સેટરડે છે અને વુમન”સ હિસ્ટ્રી મંથ પણ! ભારતીયો માટે મુસાફરીની સુવિધા માટે અમારી ચાલુ પ્રતિબદ્ધતાને માન આપીને અમે સપ્તાહના અંતે કામ કરવાનું ચાલુ રાખીએ છીએ.
અમારા વરિષ્ઠ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા બિઝનેસ ટ્રાવેલર્સને મદદ કરવા, પરિવારોને ફરીથી જોડવા અને લોકોને યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરવામાં મદદ કરવા માટે, કરવામાં આવેલી સખત મહેનત પર અમને ગર્વ છે. ઉ